Not Set/ પ્રભાસ કરશે બોલીવૂડમાં એન્ટ્રી, આવો તેનો હશે રોલ

એક પછી એક એકટરો પોતાના ફેન્સને નવા વર્ષની ગિફ્ટ આપી રહ્યાં છે. ત્યારે બાહુબલી ફેમ પ્રભાસ બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે, આ ખબર સાંભળતા પ્રભાસના ફેન્સ ખુબ જ ખુશ થઇ ગયા છે. તેણે ખુલાસો કર્યો છે કે, તે સાહો પછી તે બોલીવૂડમાં એન્ટ્રી કરશે. એક ઈન્ટરવ્યુંમાં પ્ર્ભાસે કહ્યું કે તે બોલીવૂડમાં સાહો ફિલ્મ પછી તે […]

Entertainment

એક પછી એક એકટરો પોતાના ફેન્સને નવા વર્ષની ગિફ્ટ આપી રહ્યાં છે. ત્યારે બાહુબલી ફેમ પ્રભાસ બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે, આ ખબર સાંભળતા પ્રભાસના ફેન્સ ખુબ જ ખુશ થઇ ગયા છે. તેણે ખુલાસો કર્યો છે કે, તે સાહો પછી તે બોલીવૂડમાં એન્ટ્રી કરશે.

એક ઈન્ટરવ્યુંમાં પ્ર્ભાસે કહ્યું કે તે બોલીવૂડમાં સાહો ફિલ્મ પછી તે રોમેન્ટિક ફિલ્મથી તે ડેબ્યુ કરશે. પ્ર્ભાસે કહ્યું કે, તેને ઘણી બોલીવૂડ ફિલ્મો જોઈ છે. હું હૈદરાબાદમાં રહું છું જ્યાં 60% લોકો હિન્દી ભાષા બોલે છે.

મને બોલીવૂડમાંથી ઘણીબધી સારી ફિલ્મોની ઓફર મળી છે અને બીજી ઓફરો આવી પણ રહી છે. મેં ત્રણ વર્ષ પહેલા એક ફિલ્મને હા કહી દીધી છે. આ એક લવ સ્ટોરી ફિલ્મ છે.

સાહો જેવી એક્શન ફિલ્મ પછી પ્રભાસ એક રોમેન્ટિક રોલમાં જોવો ખુબ જ મજેદાર હશે. હાલ સાહો ફિલ્મના શુટિંગ માટે તેવો લોસએન્જલીસમાં વ્યસ્ત છે.