Not Set/ કચ્છ: અંજાર ખાતે પદ્માવત ફિલ્મનો વિરોધ, હાઈવે પર ટાયરો સળગાવી રસ્તો કરાયો બંધ

કચ્છ, સંજયલીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતી રોજ નવા નવા વિરોધમાં સપડાતી જાય છે. પદ્માવત ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. સેન્સર બોર્ડે કાપકૂપ વગર જ ફિલ્મને રિલીઝ કરવાની વાત કહી હતી. સુપ્રીમ કોર્ટે વિવાદોમાં ફસાયેલી સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતની રીલીઝને લીલી ઝંડી આપી દીધી છે પણ ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં વિરોધ થઈ રહ્યો છે. સુરત […]

Gujarat

કચ્છ,

સંજયલીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતી રોજ નવા નવા વિરોધમાં સપડાતી જાય છે. પદ્માવત ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. સેન્સર બોર્ડે કાપકૂપ વગર જ ફિલ્મને રિલીઝ કરવાની વાત કહી હતી. સુપ્રીમ કોર્ટે વિવાદોમાં ફસાયેલી સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતની રીલીઝને લીલી ઝંડી આપી દીધી છે પણ ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં વિરોધ થઈ રહ્યો છે.

સુરત બાદ હવે કચ્છમાં પણ ફરી એકવાર પદ્માવત ફિલ્મનો વિરોધનો મામલો સામે આવ્યો છે. કચ્છના અંજાર ખાતે પદ્માવત ફિલ્મના વિરોધ મામલે કરણી સેના રાજપૂત સમાજ ના આગેવાનો દ્વારા હાઈવે પર ટાયરો સળગાવી રસ્તો બંધ કરાયો હતો જેથી હાઈવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા જેથી લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડી રહી હતી.

કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રોડ પર ટાયરો સળગાવ્યા હતાં જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો.