સુરત
સુરતના લિંબાયતના ગોરાદ્રા નહેર પાસે આવેલી કેસર ભવાની સોસાયટીમાં રહેતા એક યુવકે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા એક મેસેજના કારણે આત્માહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હાલ તે યુવક સારવાર હેઠળ હોસ્પિટલમાં છે.
આ યુવક વિશે વાત કરવામાં આવે તો આ યુવક જમીનની આપ-લે નો ધંધા સાથે સંકળાયેલો છે. જોકે માર્કેટમાં મંદીના કારણે તે લોકોના નાણા પરત ન કરી શકતા તેના વિશે સોશિયલ મીડિયામાં મેસેજ વાઈયલ કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે, કે આ યુવક સાથે કોઈ પણ પ્રકારનો વ્યહવાર કરવો નહી.
યુવકના પરિવારનો આક્ષેપ છે કે, આ મામલે તેમણે લિંબાયત પોલીસ ચોકી અને સુરત પોલીસ કમિશનરને અરજી કરી છે. તેમ છતાં પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
યુવકની પત્નીનું કહેવું છે, કે કેટલાક લોકો ઘરે આવીને અમને ધમકી આપે છે અને રાત્રીના સમયે આવીને અમને હેરાન પણ કરે છે. જોકે ઘરે જે લોકો આવે છે તેમણે અમે કહીએ છીએ કે તમારા બધા જ પૈસા અમે આપી દઈશું હજી મારા બાળકોની ફી ભરવાની પણ બાકી છે પૈસા આવશે એટલે અમે તમારા પૈસા આપી દઈશું.
