Not Set/ અમદાવાદ: શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતા મિત્ર સામે યુવતીએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ: તાજેતરની ઘટનાઓ બાદ એક સમયે યુવતી અને મહિલાઓ માટે સુરક્ષિત ગણાતાં અમદાવાદ સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. મણિનગરની યુવતી સાથેની ગેંગ રેપની ઘટના બહાર આવ્યા પછી અન્ય એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીએ તેના યુવક મિત્ર સામે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, તેનો યુવક મિત્ર શારીરિક […]

Ahmedabad Top Stories Gujarat Trending
Ahmedabad: The girl filed a complaint against a friend who forced her to build a physical relationship

અમદાવાદ: તાજેતરની ઘટનાઓ બાદ એક સમયે યુવતી અને મહિલાઓ માટે સુરક્ષિત ગણાતાં અમદાવાદ સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. મણિનગરની યુવતી સાથેની ગેંગ રેપની ઘટના બહાર આવ્યા પછી અન્ય એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીએ તેના યુવક મિત્ર સામે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, તેનો યુવક મિત્ર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો અને ફોટોગ્રાફ અને વીડિઓ સોશિયલ મીડિયામાં મૂકવાની ધમકી પણ આપી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીએ વસ્ત્રાપુર પોલીસ મથકમાં તેના યુવક મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે. આં ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, તેના યુવક મિત્રએ તેની સાથે અનેક વખત છેડતી કરી હતી. આ પછી આ યુવકે તેના ફોટોગ્રાફ્સ અને વીડિઓને સોશિયલ મીડિયા મૂકવાની ધમકી હતી. આવી છેડતી કર્યા પછી ધમકી આપ્યા બાદ  પણ આ યુવક ફરિયાદી યુવતીને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.

આમ છતાં ફરિયાદી યુવતીએ તેને સ્પષ્ટપણે ના પાડી દીધી હતી, તેમ છતાં આ યુવકે તેણીને વોટ્સએપ પર મેસેજ કરીને હેરાન પરેશાન કરતો હતો.

આમ વારંવારની ઘટનાઓથી ત્રાસી ગયેલી આ યુવતીએ વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.