Not Set/ શેર બજારમાં નુકસાન જતા જેતપુરના શેર દલાલે ખાધો ગળાફાંસો

શેર બજાર તૂટતા જેતપુરના એક શેર દલાલને આર્થિક ભીંસ વધતા પોતાની ઓફિસમાં જ પંખા સાથે કપડું બાંધી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને તપાસ કરતા ધંધામાં આર્થિક ભીંસ વધી હોય અને આવું પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ જેતપુરમાં રહેતા વિપુલ જેન્તીભાઇ શીંગાળા નામનો યુવાન […]

Top Stories Gujarat Rajkot

શેર બજાર તૂટતા જેતપુરના એક શેર દલાલને આર્થિક ભીંસ વધતા પોતાની ઓફિસમાં જ પંખા સાથે કપડું બાંધી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને તપાસ કરતા ધંધામાં આર્થિક ભીંસ વધી હોય અને આવું પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ જેતપુરમાં રહેતા વિપુલ જેન્તીભાઇ શીંગાળા નામનો યુવાન સરદાર ચોકમાં વૈભવ લક્ષ્મી ફાઇનાન્સ એન્ડ સર્વિસ નામની પેઢીથી શેર બજારમાં લે વેચનો ધંધો કરતો હતો.

પરંતુ શેર બજાર તૂટતા પોતે આર્થિક ભીંસમાં આવી જતા પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.