અમદાવાદમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. અહી રોડ-રસ્તા વચ્ચે ગાયોનાં ટોળા ઉભા રહેવાથી વાહન ચાલકોને ભારે મુસિબતોનો સામનો કરવો પડે છે. ઘણીવાર એવુ બને કે ગાયોનાં તોફાન રસ્તા વચ્ચે શરૂ થઇ જાય છે અને કોઇ નિર્દોશ તેનો શિકાર બની જતો હોય છે. કઇક આવો જ કિસ્સો થોડા સમય પહેલા બન્યો હતો, જેનો વીડિયો ઘણો વાયરલ થયો હતો. જેમા એક ગાય અચાનક પાછળથી આવી એક મહિલાને પોતાની સિંગડાથી હવામાં ઉછાડી દે છે, જેના કારણે તે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ જાય છે. કઇક આવી જ એક ઘટનાનો વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે જેમા એક સોસાયટીમાં એક ગાય બાળકને સિંગડા મારવા તેની પાછળ દોડે છે.

વીડિયોને મેઘાણીનગરની નજીકમાં આવેલા આસોડિયા સોસાયટીનો બતાવવામાં આવી રહ્યો છે. વીડિયો મુજબ એક ગાય આસોડિયા સોસાયટીમાં શાંતિથી બેઠેલી દેખાય છે થોડી ક્ષણો બાદ એક બાળક તેની નાની સાયકલને લઇને ત્યાથી નિકળે છે જેની સાથે એક નાની છોકરી પણ જોવા મળે છે, જેને જોઇ ગાયને અચાનક ગુસ્સો આવી જાય છે અને તે બાળકની પાછળ દોડવા લાગે છે. ગાયને પોતાની તરફ આવતા જોઇ નાની છોકરી ભાગી જાય છે જો કે અહી વીડિયોમાં ગાય નાની સાયકલ સવાર બાળકની પાછળ દોડતી જોવા મળે છે. સદનસીબે બાળક એક ઘરનાં દરવાજા સુધી પહોચી જાય છે જ્યા અંદરથી એક ઘરડા બા બહાર નીકળી તે ગાયને ભગાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ ગાય દરવાજા સુધી પહોચી જતા બાળક બહાર જ રહી જાય છે જે દરમિયાન ગાયને બાળક પર હુમલો કરતા જોઇ આસપાસનાં લોકો ભેગા થઇ જાય છે અને તે ગાયને ત્યાથી ભગાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ગાય જાણે તે બાળકને નુકસાન પહોચાડવા જ માંગતી હોય તેમ ત્યાથી જવાની જગ્યાએ તેને ભગાડવા આવેલા લોકોની પાછળ દોડકી થાય છે. દરમિયાન એક ભાઇ ગાયને સતત ભગાડવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે પરંતુ ગાય જાણે નુકસાન પહોચાડવાનાં ઇરાદો કરી ચુકી હોય તેમ તે ભાઇની પાછળ પડી જાય છે.
આ સમગ્ર ઘટના એક ઘરમાં આવેલા સીસીટીવી કેમેરામાં કૈદ થઇ જાય છે જેમા સ્પષ્ટપણે જોઇ શકાય છે કે ગણતરીનાં સમયમાં જ કેટલાક લોકો પર ગાયે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. જો કે આ વીડિયોમાં એક ચોંકાવનારી વાત એ પણ જોવા મળી કે, ગાયનાં સતત લોકોની પાછળ પડવા છતા એક વૃદ્ધ વડીલ ખુરશી પર બેસી તે ગાયને ભગાડવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા. ગાયનાં ગુસ્સાનાં ડરથી મોટાભાગનાં લોકો ઘરની અંદર જોવા મળ્યા ત્યારે આ વૃદ્ધ વડીલ બહાર ખુરશી પર બેસેલા જોવા મળ્યા હતા. જો કે ગાયનાં બગડેલ વલણને જોતા અમુક લોકોએ તે વૃદ્ધ વડીલને ઘરની અંદર ચાલ્યા જવા કહ્યુ. વૃદ્ધ વડીલ જ્યારે ખુરશી લઇને ઘરમાં જવા ઉભા થાય છે કે તુરંત જ ગાય તેમની પાછળ દોડવા લાગે છે. બીજી તરફ સોસાયટીની અંદર વાહન લઇને આવનારા લોકોને અંદર ન આવવા એક મહિલા ઇસારા કરતા હોય તેવુ આ વીડિયોમાં જોવા મળ્યુ. 2 મિનિટ અને 33 સેકન્ડનાં આ વીડિયોમાં ગાયે કરેલા તોફાનને સ્પષ્ટપણે જોઇ શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
