ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOC)નાં અધ્યક્ષ, સંજીવ સિંઘ મહત્વ પૂર્ણ નિવેદન સાથે આશા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, એર ઇન્ડિયાની પાસે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનાં 2640 કરોડ રૂપિયા બાકી છે. છતા પણ IOCએ 6 એરપોર્ટ પર એર ઇન્ડિયાને બળતણ પુરવઠો આપવાનો ફરી શરૂ કર્યો છે. અમે બળતણ પુરવઠો તેવી આશા સાથે ફરી પૂર્વારત કર્યો છે કે આ બાક દેવું પહાડ જેટલું વિશાળ ન થઇ જાય.
Sanjiv Singh, Chairman, Indian Oil Corporation Ltd (IOC): Air India's outstanding on Indian Oil Corporation Ltd (IOC) is Rs 2640 crores. IOC has resumed fuel supply to Air India at 6 airports. We had started fuel supply keeping in mind that outstanding should not be mounted.
— ANI (@ANI) October 31, 2019
આપને જણાવી દઇએ કે, IOC દ્વારા AIR Indiaનું બાકી લેણું વધી જતા, વિમાનોનાં ઇંધણનો જથ્થો આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે, IOC દ્વારા હાલ તુરંત 6 એર પોર્ટ પર ઇંઘણ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. છતા શું આ મામલે સરકારે કોઇ પગલા લેવાની કે હસ્તક્ષેપ કરવાની જરૂરીયાત નથી લાગતી. કારણ કે, અનેક કંપનીઓ ભૂતકાળમાં આ પ્રમાણે દેવું વધી જતા હાથ ઉંચા કરી લે છે. અને આખરે સરકાર દ્વારા મેનેજ કરાતી પબ્લિક લીમિટેડ કંપનીને અંતે સામાન્ય માણસનાં કે સામાન્ય નાગરીકનાં ભોગે આવા દેવા ભોગવવાનો વારો આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
