Not Set/ પાટણ/ એક ની, બે નહી પરંતુ ત્રણ ત્રણ ગ્રામ પંચાયતોમાં એક સાથે નાણાંકીય ગેરરીતી, 

સાંતલપુર તાલુકાના ઝેકડા, ગઢા અને ઝંડાલા ગામે સરકારી રકમની ઉચાપત ગ્રામપંચાયતનો ચેક બાઉન્સ નાણાંકીય રેકર્ડ ગાયબ થવાની ઘટના 3 ગામ પંચાયતની નાણાંકીય ગેરરીતીની આશંકા પાટણના સાંતલપુર તાલુકાના એક સાથે ત્રણ ગ્રામ પંચાયતની નાણાંકીય ગેરરીતીની આશંકા સામે આવી છે. ત્રણ ગામ પંચાયતમાં ચૌદમા નાણાંપંચના પૈસા તલાટી મંત્રીએ ઉપાડી લેતા તપાસ હાથ ધરવામાં આવી છે. ગ્રામ પંચાયતોના […]

Gujarat Others

સાંતલપુર તાલુકાના ઝેકડા, ગઢા અને ઝંડાલા ગામે સરકારી રકમની ઉચાપત

ગ્રામપંચાયતનો ચેક બાઉન્સ

નાણાંકીય રેકર્ડ ગાયબ થવાની ઘટના

3 ગામ પંચાયતની નાણાંકીય ગેરરીતીની આશંકા

પાટણના સાંતલપુર તાલુકાના એક સાથે ત્રણ ગ્રામ પંચાયતની નાણાંકીય ગેરરીતીની આશંકા સામે આવી છે. ત્રણ ગામ પંચાયતમાં ચૌદમા નાણાંપંચના પૈસા તલાટી મંત્રીએ ઉપાડી લેતા તપાસ હાથ ધરવામાં આવી છે. ગ્રામ પંચાયતોના કામો સામે ચુકવણી કરવા જતાં ચેક બાઉન્સ થયો હતો. આ દરમ્યાન તત્કાલિન તલાટીએ ચાર્જ નહિં સોંપતા ગડબડ હોવાનું સ્પષ્ટ થયુ હતુ.

જુના તલાટીએ રોજમેળ જમા નહિ કરાવતા મામલો સંગીન બન્યો હતો. જેની જાણ થતાં તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક તપાસ શરૂ કરી છે.  જેમાં સરપંચોની ભુમિકા પણ શંકાસ્પદ જણાતાં ચકચાર મચી ગઇ છે.

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ઝેકડા, ગઢા અને ઝંડાલા ગામે સરકારી રકમની ઉચાપત થયાની આશંકા ઉભી થઇ છે. ગત ઓગષ્ટ મહિના બાદ બદલી થયેલ તલાટી સુરેશ રાવળે નવિન તલાટીની ચાર્જ સોંપ્યો ન હતો. આ સાથે રોજમેળ સહિતનું રેકર્ડ પણ જમા કર્યુ ન હતુ.

 આ દરમ્યાન કામોની ચુકવણી કરવા જતા ચેક બાઉન્સ થયાનુ સામે આવતા પગતળેથી જમીન ખસી ગઇ હતી.  અને એક જ તલાટીની સહિથી લાખોની રકમ ઉપાડી લેવામાં આવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, 14માં નાણાંપંચની રકમ બેંક ખાતામાંથી વિગતો મેળવતા સરપંચના નામે ઉપાડ થયાનુ સામે આવ્યુ છે. આ દરમ્યાન વાત વધુ વણસી જતા સરપંચોએ ટીડીઓને લેખિતમાં તલાટી રેકર્ડ જમા નહિ કર્યાની રજૂઆત કરી હતી. જેની તપાસમાં ટીડીઓની ટીમને સરકારી નાણાંની ઉચાપત થયાની આશંકા જતા ડીડીઓની સુચનાથી સમગ્ર પ્રકરણ સ્પષ્ટ કરવા આદેશ થયા છે. જેમાં તત્કાલિન તલાટી અને  સહિથી નાણાં ઉપાડી લીધા હોઇ સત્તાધિશોની ભુમિકા શંકાસ્પદ બની છે.

શું કહે છે ટીડીઓ ?

સમગ્ર બાબતે તાલુકા વિકાસ અધિકારી વિજયાબેન પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે, રેકર્ડ કબજે કર્યા બાદ તેનું ક્રોસ વેરીફીકેશન સહિતની તપાસ ચાલી રહી છે. જેમાં તત્કાલિન તલાટીએ રોજમેળ નહિ આપતા અને બેંક ખાતામાંથી સરકારી નાણાં ઉપડી જવાની આશંકા બની છે. તપાસને અંતે નાણાંકીય ઉચાપત છે કે નહિ અને જો છે તો કેટલી છે ? તે સ્પષ્ટ થશે.

શું કહે છે તત્કાલિન તલાટી ?

જેની ઉપર સૌથી વધુ આશંકા છે તે તત્કાલિક તલાટી સુરેશ રાવળની બદલી સમી તાલુકા પંચાયતમાં થઇ ગઇ છે. આવી સ્થિતિમાં ઝેકડા, ગઢા અને ઝંડાલા ગામના લોકો સાથે સત્તાધિશોએ છેતરપિંડી કરી હોવાની આશંકા પ્રબળ બની છે.

શું કહે છે સરપંચો ?

નાણાંપંચની રકમ તલાટી અને સરપંચ દ્રારા જ ચેક મારફત ઉપાડવાની જોગવાઇ છે. આથી નાણાંકીય ગેરરીતીની તપાસમાં ભલે રજૂઆત કરી છતાં પણ  તલાટી સામે આશંકા છે. સમગ્ર બાબતે સરપંચો એક જ વાત જણાવી રહ્યા છે કે, અમને કોઇ ખબર નથી. તલાટીએ રેકર્ડ નથી આપ્યુ એટલુ જ જાણીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.