સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના નવા 26 કેસ સામે આવતા કોરોના થકી ભયાવહ વાતાવરણ સર્જાય રહ્યાનુ પ્રતિત થઇ રહ્યું છે. જે ગતીમાં સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાનો પ્રસારવ થઇ રહ્યો છે તે તંત્ર માટે પણ ચિંતાનો વિષય બની રહ્યો છે. સામે આવેલા 26 કેસમાંથી શહેરના વિવિધ વિસ્તારમાં 22 લોકોને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર સુરેન્દ્રનગર શહેર કોરોનાની લપેટમાં આવી ગયુ હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે.
શહેરની સાથે સાથે 26માંથી 4 કેસ જીલ્લાનાં અન્ય શહેરો ધાંગ્રધામાં વઢવાણમાં નોંધાવામાં આવ્યા છે. જો કે, સામે આવેલા કોરના પોઝિટિવનાં તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હોવાની વિગતો વિદિત છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ કેસ 406 નોંધવામાં આવ્યા છે અને જે ઝડપથી જીલ્લામાં કેસ વઘી રહ્યા છે તે જો તા જીલ્લામાં કોરોનાનો આંક 500 પાર થતા વધારે દિવસો નહીં લાગે તેવુ પ્રતિત થઇ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
