Not Set/ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ અને 17 બીજા સામે રાજકોટ પોલીસ કમિશ્નરમાં થઇ અરજી, જાણો શુું છે માંજરો…

સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની મુલાકાત અને રેલીનો મામલો ધીમેધીમે રાજકીય રંગ પકડી રહ્યાનું પ્રતિત થઇ રહ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની સૌરાષ્ટ્ર મુલાકાત અને ગામે ગામ ભાજપ દ્વારા યોજવામાં આવેલી રેલીએમાં ભાજપનાં કાર્યકરો સહિત નેતાઓનાં ઉમંત અને ઉત્સાહનો અતિરેખ જોવામાં આવ્યો હતો, તે વાત વિદિત છે. જ્યારે રાજ્ય સહિત દેશ-દુનિયામાં કોરોના […]

Gujarat Rajkot

સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની મુલાકાત અને રેલીનો મામલો ધીમેધીમે રાજકીય રંગ પકડી રહ્યાનું પ્રતિત થઇ રહ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની સૌરાષ્ટ્ર મુલાકાત અને ગામે ગામ ભાજપ દ્વારા યોજવામાં આવેલી રેલીએમાં ભાજપનાં કાર્યકરો સહિત નેતાઓનાં ઉમંત અને ઉત્સાહનો અતિરેખ જોવામાં આવ્યો હતો, તે વાત વિદિત છે.

જ્યારે રાજ્ય સહિત દેશ-દુનિયામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને તંત્ર કોરોનાની માર્ગદર્શીકાનાં નામે અનેક પ્રકારનાં બંધનો લોકો માથે નાખી ચૂક્યું છે જે હજુ ચાલુ જ છે. ત્યારે પાટીલની સૌરાષ્ટ્ર મુલાકાતમાં કોરોનાની માર્ગદર્શીકાનાં લીરા ઉડતા અનેક જગ્યાએ જોવામાં આવ્યા હતા. 

પાટીલની સૌરાષ્ટ્ર મુલાકાતમાં કોરોનાની માર્ગદર્શીકાનાં લીરા ઉડતા કોંગ્રેસ લીગલ સેલના જીગ્નેશ જોષીએ આ મામલે પગલા લેવા માટે અરજી કરી છે. જી હા, કોંગ્રેસ લીગલ સેલના જીગ્નેશ જોષીએ કોરોનાને લઈ અમલી જાહેરનામાનો પાટીલ દ્વારા ભંગ કર્યા હોવાનો ઉલ્લેખ કરી રાજકોટ શહેર પોલીસ કમિશનર સમક્ષ અરજી કરી છે. અરજીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિત 17 ભાજપનાં નેતાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews