સુરત/ ઉત્તરાયણને લઈ સુરત પોલીસ એક્શનમાં,ચાઈનીઝ દોરી વેચતા ઈસમો સામે કાર્યવાહી

ઉત્તરાયણ પર્વની શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવાના આવે છે. આ દિવસે શહેરમાં મોટા ભાગે પતંગ રસિયાઓ પતંગ ઉડાવવાનો આનંદ માણતા હોય છે.

Gujarat Surat
ચાઈનીઝ દોરી

સુરત શહેરમાં અવાર-નવાર પતંગના દોરીથી અનેક અકસ્માતો સર્જાતા હોય છે.ત્યારે સુરત પોલીસ સજ્જ બની પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનુ વેચાણ કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી છે.જેમાં પોલીસે અલગ-અલગ સ્થળોએ ચાઈનીઝ દોરીની તપાસ હાથધરી હતી. જેમાં પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે શેખ તાજલાલ મહંમદ અને ભરત રાજપુરોહિતની ધરપકડ કરી હતી.

ઉત્તરાયણ પર્વની શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવાના આવે છે. આ દિવસે શહેરમાં મોટા ભાગે પતંગ રસિયાઓ પતંગ ઉડાવવાનો આનંદ માણતા હોય છે.તેવામાં એક બીજા ની પતંગ કાપવા જાણે હોડ લાગી હોય તેવા દ્રશ્યો સર્જાય છે.પતંગ ના દોરા મા ખાસ કરી ને ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.કારણ કે ચાઈનીઝ દોરા અતિ ઘાતકી સાબિત થાય છે.

પતંગ કપાયા બાદ પતંગ ના દોરા રોડ પર આમતેમ ઉડતા જોવા મળે છે જેના કારણે અનેક વખત અકસ્માત થયા છે.ખાસ કરી ને ચાઈનીઝ દોરા બ્લેડ જેવું કામ કરે છે.જે લોકો ને સ્પર્શ કર્યા બાદ સીધો જ ઊંડો ઘા પડી જાય છે જેના કારણે અનેક વખત રાહદારીઓ ના જીવ ગયા છે.તેવામાં સુરત ની ઉધના પોલીસે આવી પ્રતિબંધ દોરી વહેંચનારા પર લાલ આંખ કરી છે.

અલગ અલગ જગ્યા પર ચેકીંગ કરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું વહેંચાણ કરનારા બે લોકો ની દોરા સાથે ધરપકડ કરી હતી.પોલીસ ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન શેખ તાજ લાલ મહંમદ અને ભરત રાજપુરોહિત ને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:ઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો, દારૂ સાથે જૂગાર રમતા સાત માલેતુજારો ઝડપાયા

આ પણ વાંચો:આમા ભણશે ક્યાંથી ગુજરાતઃ શાળામાં શિક્ષકોની ઘટ, શિક્ષકો છે ત્યાં પગારના ઠેકાણા નથી

આ પણ વાંચો:આંતર રાજ્ય ઓઇલ ચોરી કૌભાંડ ઝડપાયું, તપાસમાં આરોપીનું ઓલ ઇન્ડિયા નેટવર્ક ખુલ્યું