ભાવનગર/ આમા ભણશે ક્યાંથી ગુજરાતઃ શાળામાં શિક્ષકોની ઘટ, શિક્ષકો છે ત્યાં પગારના ઠેકાણા નથી

ભાવનગરમાં નગરપ્રાથમીક શિક્ષણ સમિતિમાં શિક્ષકની ઘટમાં 56ની મંજૂરી મળી છે, ત્યારે પ્રવાસી 56 શિક્ષકોના પગાર ના પણ ઠેકાણા નથી.

Gujarat Others
શિક્ષકોની

ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં 56 જેટલા પ્રવાસી શિક્ષકોની પગારના ઠેકાણા નથી.તો બીજી બાજું શાળાઓમાં શિક્ષકોની પણ ઘટ છે.ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 57 જેટલી શાળાઓ જેમાં પ્રવાસી શિક્ષકમાં 95ની ઘટ છે.  પ્રવાસી શિક્ષકોની વાત કરવામાં આવે તો તેમના પગારના કોઈ જ ઠેકાણા નથી હોતા.જોકે આ અંગે શિક્ષકો કંઈ જ કહેવા માટે તૈયાર નથી.જોકે આ અંગે શિક્ષણ સમિતીના ચેરમેન અને પ્રમુખનું આ અંગે જણાવ્યું હતું કે પગાર નિયમીત થઈ રહ્યા છે.એકાદ જ મહિનાનો પગાર બાકી હશે.

Untitled 4 2 આમા ભણશે ક્યાંથી ગુજરાતઃ શાળામાં શિક્ષકોની ઘટ, શિક્ષકો છે ત્યાં પગારના ઠેકાણા નથી

ભાવનગરની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિમાં 56 જેટલા પ્રવાસી શિક્ષકો ટૂંકા ગાળાના હોવા છતાં પણ સરકાર તેને નિયમિત પગાર કરવામાં ક્યાંક બેદરકાર રહી છે. 70 વર્ષ જૂની સરકારના નિયમ મુજબ હજુ પણ કાગળ ઉપર જ કાર્યવાહીમાં સમય લાગે છે અને પગાર નિયમિત થતો નથી. જો કે આ સમગ્ર પગાર મામલે પ્રવાસી શિક્ષક તો બોલવા તૈયાર નથી પરંતુ શિક્ષક સંઘે ટકોર કરતા જણાવ્યું છે કે પ્રવાસી શિક્ષક માં 95 ની ઘટ છે. તેમાં સરકારે 56ની મંજૂરી અપાઈ હતી. 6થી 8માં 16 શિક્ષક અને 1થી 5માં 40 શિક્ષક નીમવામાં આવેલા છે. જુલાઈ થી સપ્ટેમ્બર સુધીનો પગાર થઈ ગયો છે.

Untitled 4 4 આમા ભણશે ક્યાંથી ગુજરાતઃ શાળામાં શિક્ષકોની ઘટ, શિક્ષકો છે ત્યાં પગારના ઠેકાણા નથી

પ્રવાસી શિક્ષકના રિપોર્ટ આવે અમે પગાર બનાવી શિક્ષણાધિકારી કચેરીએ મોકલીએ ત્યાંથી આવે એટલે સમય લાગે છે. હાલ બાકી નો પગાર પણ વહેલા થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. ત્યારે આ અંગે ભાવનગર નગરપ્રાથમીક શિક્ષણ સમિતિ ના ચેરમેન ને પૂછતાં નિયમિત સમયે પગાર થઈ રહિયા છે અને એકાદ મહિનાનો પગાર બાકી હોય તે વહેલી તકે થઈ જશે તેવું જાણવા આવ્યું હતું.

Untitled 4 3 આમા ભણશે ક્યાંથી ગુજરાતઃ શાળામાં શિક્ષકોની ઘટ, શિક્ષકો છે ત્યાં પગારના ઠેકાણા નથી

ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 57 જેટલી શાળાઓ છે ત્યારે હજી પણ  ઘણી શાળા માં શિક્ષકો ની ઘાટ જોવા મળે છે આ વાત ભાવનગર મહાનગરપાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિએ સ્વીકાર્યું છે કે ભાવનગર માં પ્રવાસી શિક્ષકો માં ઘટ છે પરંતુ શિક્ષકો ની ઘટ હોવા છતાં અભ્યાસ કાર્યમાં કોઈ તકલીફ નથી તેમજ શિક્ષકો ની કોર્ટ ફરિયાદ માં ચુકાદા બાદ શિક્ષકો ની ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચો:આંતર રાજ્ય ઓઇલ ચોરી કૌભાંડ ઝડપાયું, તપાસમાં આરોપીનું ઓલ ઇન્ડિયા નેટવર્ક ખુલ્યું

આ પણ વાંચો:ધોળા દિવસે મોટા દહીસરા ગામ પાસે યુવાનની હત્યા

આ પણ વાંચો:કરજણના બામણગામે મકાન ધરાશાયી, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત