Rajkot Crime/ રાજકોટમાં ભાજપના નેતાની દાદાગીરી, આ એક સામાન્ય બાબત બંધ કરાવાને લઇ કર્યું ફાયરિંગ

ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ સહિતના અગ્રણીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા નરેન્દ્ર ડવે કહ્યું કે, કરણ સોરઠીયા યુરીનલ કરવા માટે ગયા હતા ત્યારે યુરીનલ બંધ કરવામાં આવતું હતું.

Gujarat Rajkot Trending
ફાયરિંગ

રાજકોટ શહેરના સોરઠીયાવાડી સર્કલ નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે.મંત્રી લખેલ ગાડીમાંથી ફાયરીંગ કરવામાં આવ્યું છે. બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની ચર્ચા છે. પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ સોરઠીયાના પુત્ર યુવા ભાજપના મંત્રી કરણ સોરઠીયાએ ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે. સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલ ડિલક્ષ પાન પાસે ઘટના ઘટતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. કયા કારણે ફાયરિંગ કરવામાં આવ્યું તે બાબતે ભક્તિનગર પોલીસે તપાસ શરુ કરી છે.

ઘટનાની જાણ થતા ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ સહિતના અગ્રણીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા નરેન્દ્ર ડવે કહ્યું કે, કરણ સોરઠીયા યુરીનલ કરવા માટે ગયા હતા ત્યારે યુરીનલ બંધ કરવામાં આવતું હતું. યુરીનલમાં રહેલા કર્મચારીઓ અને કરણ વચ્ચે બોલાચાલી થઈ અને કરણ સોરઠીયા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. ભક્તિનગર પોલીસ દ્વારા કરણ સોરઠીયાની અટકાયત કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં મંગળવારે રાત્રિના સમયે ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રી કરણ સોરઠીયા દ્વારા પોલીસ સ્ટેશન નજીક બે રાઉન્ડ ફાયરિંગ કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું જાહેર શૌચાલય તેનો કર્મચારી બંધ કરી રહ્યા હતા, ત્યારે શહેર યુવા ભાજપનો મંત્રી કરણ સોરઠિયા ત્યાં આવી ચડ્યો હતો અને સૌચાલયના કર્મચારી સાથેઉશ્કેરાઈ અને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

ફાયરિંગની ઘટનાને લઈને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. ભક્તિનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ કરણ સોરઠીયાની અટકાયત કરી હતી. પરંતુ શૌચાલયમાં યુરીન કરવા જેવી બાબતે ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટ શહેરમાં જાહેરમાં ભડાકા કર્યાની આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ભક્તિનગર સર્કલ પાસે એક શખ્સે જાહેરમાં ભડાકા કર્યા હતા. તો બીજી તરફ પાર્કિંગ કરવા જેવી બાબતો અંગે પણ મોટી માથાકુટ થયેલી હોવાના પુરાવા છે.

આ પણ વાંચો:શ્રમ રોજગાર કચેરીનું બાળ મજૂરી નાબૂદી અભિયાન, દરોડા પાડી છોડાયા 7 બાળકો

આ પણ વાંચો:સુરતમાં એક જ પરિવારના ચાર લોકોએ પીધું ઝેર, માતા-પુત્રીનું મોત

આ પણ વાંચો:ક્રાઇમ બ્રાન્ચે યોજી એક અનોખી ડ્રાઇવ કે જેનાથી ભાગેડુ આરોપીઓમાં ફેલાયો….

આ પણ વાંચો:માંડવીની જીવાદોરી સમાન આમલી ડેમના તળિયા દેખાતા ખેડૂતોમાં ચિંતા