શંકાસ્પદ/ 15મી ઓગષ્ટ પહેલા વલસાડના દરિયામાંથી મળી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઇ ગઇ..

15 ઓગસ્ટની ઉજવણી પૂર્વે તૈયારીઓ અને સુરક્ષાના ભાગ રુપે હવાઇ નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ હતુ. દરમિયાન વલસાડના દરિયામાં બિનવારસી હાલતમાં મળી આવેલી એક બોટને વલસાડના માછીમારો કોસંબા ગામના કાંઠે લઇ આવ્યા હતા.

Top Stories Gujarat Others

વલસાડમાં 15 ઓગસ્ટના રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા વલસાડ ના દરિયા માંથી એક શંકાસ્પદ બોટ ઝડપાવવાની ઘટનાને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. કોસ્ટગાર્ડ, રૂરલ પોલીસ, એસ.ઓ.જી. અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો છે.

15 ઓગસ્ટની ઉજવણી પૂર્વે તૈયારીઓ અને સુરક્ષાના ભાગ રુપે હવાઇ નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ હતુ. દરમિયાન વલસાડના દરિયામાં બિનવારસી હાલતમાં મળી આવેલી એક બોટને વલસાડના માછીમારો કોસંબા ગામના કાંઠે લઇ આવ્યા હતા. આ સંદર્ભે ડીએસપી ડો.કરનરાજ વાઘેલાએ ગુજરાત મિત્ર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, ‘બોટ શંકાસ્પદ નથી. બોટ વલસાડના દરિયા કિનારે તણાઇને આવે એવા મેસેજ પહેલા જ પ્રાપ્ત થઈ ગયા હતા. જે હાલ તણાઇને આવી ગઇ છે. આ બોટ યમનના માછીમારોની છે. જે ડૂબતી હોય તેના માછીમારોને બચાવી લેવાયા હતા પરંતુ બોટને દરિયામાં તરતી મુકી દેવાઇ હતી.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જોકે બોટ વિદેશી હોવાનું લાગતા તંત્રની સાથે પોલીસનો મોટો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ બોટ વિદેશી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે આ બોટનો કબજો લઈ પોલીસે હવે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તપાસમાં રૂરલ પોલીસ, કોસ્ટગાર્ડ, એસ.ઓ.જી અને બોમ્બ ડિઝપોઝલ સ્કોડ પણ જોતરાઈ હતી. હાલ દરિયામાં અવાવરું છોડેલી આ બોટ કોની હતી? અને શું ઉપયોગમાં લેવામાં આવ્યો હતો?આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી છે.

તાજેતરમાં મુંબઈ દરિયા કિનારે નજીક ભારતીય કોસગાર્ડના ધ્યાને બોટ આવતા તેમાં સર્ચ કરતા માછીમારોને ID અને અન્ય પુરાવાઓ મળી આવ્યા હતા. જે યેલોગેટ પોલીસ મથકે ભારતીય કોસ્ટગાર્ડની ટીમે જમા કરાવ્યા છે. સાથે દરિયાઈ કિનારા ઉપર આવેલ તમામ જિલ્લાઓને આ બોટને લઈને એલર્ટ કરવામાં આવ્યા હતા. આજે દમણ કોસ્ટગાર્ડની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન વલસાડના હિંગરાજ ગામ નજીક યમનની બોટ જોતા ફરી સર્ચ કરી વલસાડ જિલ્લા પોલીસ અને દમણ કોસ્ટગાર્ડે કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે પણ બોટમાં ચેક કરતા બોટ યમનની હોવાનું જાણવા મળ્યું છે. કોઈ શંકાસ્પદ બોટ નથી.

આ પણ વાંચો:જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ