Surat/ ડાયમંડ સિટી સુરતમાં વધ્યો ક્રાઇમ રેટ, વિધર્મી યુવકે સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

સગીરા સાથે સોહિલ નામના વિધર્મી દ્વારા પ્રેમ સંબંધ બાંઘી લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

સુરતમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એક વિધર્મી દ્વારા એક સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. અને હાલ પોલીસ દ્વારા સગીરા સાથે દુષ્કરમાં આચરનાર વિધર્મી સોહિલ શેખ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે.

સુરતના ભટાર વિસ્તારમાં ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા પરિવાર સાથે રહેતી હતી. જો કે આ સગીરા સાથે સોહિલ નામના વિધર્મી દ્વારા પ્રેમ સંબંધ બાંઘી લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. સમગ્ર મામલે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસ દ્વારા વિઘર્મી સોહિલ શેખની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીની ધરપકડ બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે, સગીરા જ્યારે શાળાએ જતી હતી તે સમયે તે આ સોહિલના પરિચયમાં આવી હતી. કારણકે સગીરાના શાળાએ જવાના રસ્તા પર સોહિલ શેખના પિતાની ચિકનની દુકાન આવેલી હતી. સોહિલ પણ પિતાની દુકાનમાં જ કામ કરતો હતો. એક વર્ષ પહેલા સોહિલ અને સગીરા વચ્ચે સ્કૂલના રસ્તા પર જ મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. ત્યારબાદ બંને મોબાઈલ પર જ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

ત્યારબાદ સોહીલે સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી અને સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. એવી પણ માહિતી સામે આવી છે કે વિધર્મી સોહિલ દ્વારા સગીરાને પોતાના ઘરે બોલાવી તેની સાથે બળજબરી કરી હતી. ઉપરાંત અલથાણ ગાર્ડનના ટોયલેટ પાસે અનેક વખત સગીરા સાથે દુષ્કર્મ પણ કર્યું છે. ત્યારે સગીરા છેલા કેટલાક દિવસોથી શાળાએ અને ટ્યુશને નહીં જતી હોવાના કારણે માતાએ સગીરાની પૂછપરછ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલ પરિવારના સભ્યોની ફરિયાદના આધારે પોલીસ દ્વારા સોહીલ નામના વિદર્મી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ કરી છે.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો