નવરાત્રી/ જામનગરમાં યુવકો ધગધગતા અંગારા ખુલ્લા પગે રમે છે રાસ, લોકોના બન્યું આકર્ષણનું કેન્દ્ર

હાથમાં મશાલ અને અંગારા પર ખુલ્લા પગે રાસ રમી રહેલા આ યુવાનોની જગતજનનીની ભક્તિ જોઈ તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

Gujarat Others

Jamnagar News: જામનગર શ્રી પટેલ યુવક ગરબી મંડળ છેલ્લા 100 વર્ષથી શહેરમાં જૂદ જુદા વિસ્તારમાં ગરબીનું આયોજન કરે છે. આ ગરબી મંડળના રાસ જેવા કે કણબી રાસ, ગુલાટ રાસ, દાતરડા રાસ, ડાકલા રાસ ખૂબ પ્રસિદ્ધ છે. પરતું મશાલ રાસ આકર્ષણનું કેન્દ્ર છે.

હાથમાં મશાલ અને અંગારા પર ખુલ્લા પગે રાસ રમી રહેલા આ યુવાનોની જગતજનનીની ભક્તિ જોઈ તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. જામનગરના રણજિતનગરમાં પટેલ સમાજના ચોકમાં છેલ્લાં 72 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં યુવકો દ્વારા રજૂ થતાં તલવાર રાસ અને મશાલ રાસે લોકોમાં જબરું આકર્ષણ જમાવ્યું છે. આ રાસનો વીડિયો લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે.

 વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેડિયું અને ચોયણીના વસ્ત્રો પરિધાન કરીને આ ગરબી મંડળના ખેલૈયાઓને નિહાળવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. લોકોના જણાવ્યા પ્રમાણે અહીંના લોકોમાં ગરબાનો ખૂબ શોખ હોય છે. જામનગરના રણજીતનગર લેઉવા પટેલ સમાજ પાસે શ્રી પટેલ યુવક ગરબી મંડળના તલવાર રાસની જામનગર વાસીઓ ભારે પ્રસંશા કરતા હોય છે. હાથમાં ખુલ્લી તલવાર સાથે શકિત અને શૌર્યના પ્રતીક સાથે ગરબે ઘુમતા ખેલૈયાઓ સૌનું મન મોહી લેતા હોય છે. ‘શિવાજીના હાલરડાં’ અને ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ના ગીતો સાથે યુવાનો જોમથી તલવાર રાસ રજૂ કરતાં હોય છે.



આ પણ વાંચો:પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું મોત, પરિજનો પર આભ ફાટ્યું

આ પણ વાંચો:પિતાએ ઠપકો આપતા બાળકીઓ ઘર છોડીને નીકળી ગઈ અને પછી જે રીતે મળી…..

આ પણ વાંચો:સાંતલપુરમાં કેશુ મહારાજને ટ્રક ચાલકોએ ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો

આ પણ વાંચો:વાપી GIDCમાં કંપનીમાં ભીષણ આગ, સોલવન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની