- મહેસાણા: કુટુંબ નિયોજનના ઓપરેશનમાં કૌભાંડ
- શહેરી વિસ્તારમાં સાત મહિનામાં કાગળ ઉપર ઓપરેશન
- શહેરી વિસ્તારમાં ફરજ બજાવતી હેલ્થ વર્કરોના અપાયા ખોટા ડેટા
- 10 ફિમેલ હેલ્થ વર્કરે ખોટા ડેટા સરકારને આપ્યાનો ખુલાસો
- 300 કરતા વધુ ઓપરેશન કાગળ ઉપર થયા..
@અલ્પેશ પટેલ
Mehsana News: કુટુંબ નિયોજનના ઓપરેશન એ આરોગ્ય વિભાગની મહત્વપૂર્ણ કામગીરી માનવામાં આવે છે.પરંતુ મહેસાણા શહેર છેલ્લા 7 મહિનાથી કુટુંબ નિયોજનના ઓપરેશન કાગળ ઉપર થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.મહેસાણા તાલુકા હેલ્થ ઓફિસના તાબામાં મહેસાણા શહેર વિસ્તારમાં ફરજ બજાવતી 10 ફિમેલ હેલ્થ વર્કર દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે.
છેલ્લા 7 મહિનામાં મહેસાણા શહેર વિસ્તારમાં ફરજ બજાવતી 10 ફિમેલ હેલ્થ વર્કર દ્વારા 300 કરતા વધુ કુટુંબ નિયોજનના ઑપરેશન થયા હોવાના ડેટા સરકારમાં રજૂ કર્યા હતા.આ ડેટા ની ચકાસણી કરતા ફિમેલ હેલ્થ વર્કર દ્વારા રજૂ થયેલા ડેટા મુજબ કોઈ ઓપરેશન જ નહીં થયેલા હોવાની વિગત સામે આવી છે.
બીજા શબ્દોમાં કહીએ તો મહેસાણા શહેરમાં છેલ્લા 7 મહિનામાં કાગળ ઉપર કુટુંબ નિયોજનના 300 કરતા વધુ ઓપરેશન થયા છે.તાલુકા હેલ્થ ઓફિસર ડો.સુહાગ શ્રીમાળીએ ડેટાનું વેરિફિકેશન કરતા આ ચોકવાનારો ખુલાસો થયો છે.આ મામલે તમામ ફિમેલ હેલ્થ વર્કર ને કારણદર્શક નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચો:સુરતમાં અનોખા લગ્ન, રક્તદાન કેમ્પ અને રાષ્ટ્રગીત ગાઈને વરઘોડિયા લગ્નના બંધને બંધાયા
આ પણ વાંચો:પાલનપુરમાં સરકારી નર્સિંગ કોલેજની 10 વિધાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર
આ પણ વાંચો:સિદ્ધપુરના કાત્યોક મેળામાં દુર્ઘટના, બાળકો સહિત ત્રણને ગંભીર ઈજા
આ પણ વાંચો:ચિગાર નામક જંતુ કરડવાથી થતો જીવલેણ રોગનો પહેલો કેસ સુરતમાં નોંધાયો, જાણો શું છે લક્ષણો
