ગાંધીનગર/ એવું તો શું કર્યું આ પોલીસકર્મીઓએ કે વાઇબ્રન્ટના સમાપન પ્રસંગે મળ્યો ઠપકો

વાઇબ્રન્ટના સમાપન પ્રસંગે 3 પોલીસકર્મીને ઠપકો મળ્યો છે. રાજ્ય પોલીસ વડા ત્રણેય કર્મચારીઓ સામે લાલઘૂમ થયા છે.

Top Stories Gandhinagar Gujarat
  • વાઇબ્રન્ટના સમાપન પ્રસંગે 3 પોલીસકર્મીને મળ્યો ઠપકો
  • ત્રણેય કર્મચારીઓ સામે રાજ્ય પોલીસ વડા થયા લાલઘૂમ
  • ડ્યુટી દરમિયાન ક્લીન શેવ અને યુનિફોર્મ બાબતે આપ્યો ઠપકો
  • મહેસાણા અને મહીસાગર જીલ્લાના પોલીસકર્મી ઝપટે ચઢ્યા

Gandhinagar News: ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે કેન્દ્રના નેતાઓ અને ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી.અમિત શાહ પહેલી વાયબ્રન્ટ અને દસમી વાયબ્રન્ટમાં પણ હાજર રહ્યા હતા. હવે સમાચાર મળી રહ્યા છે કે, વાઇબ્રન્ટના સમાપન પ્રસંગે 3 પોલીસકર્મીને ઠપકો મળ્યો છે. રાજ્ય પોલીસ વડા ત્રણેય કર્મચારીઓ સામે લાલઘૂમ થયા છે. જાણવા મળી રહ્યું છે કે, આ ત્રણેય કર્મચારીઓને ડ્યુટી દરમિયાન ક્લીન શેવ અને યુનિફોર્મ બાબતે ઠપકો આપ્યો હતો. સૂચનાની અવગણના બદલ વિકાસ સહાયે ફરી કડક સૂચના આપી છે.

આ પ્રસંગે અમિત શાહે તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.અમિત શાહ એ કહ્યું કે મારા  માટે ખુશી નો પ્રસંગ છે કે આ વાયબ્રન્ટ માં હું હાજર રહ્યો છુ..પહેલી વાયબ્રન્ટ અને દસ મી વાયબ્રન્ટ માં પણ હું હાજર રહ્યો હતો વાયબ્રન્ટ સમિટ પહેલા એક હોલ માં થતી હતી વડાપ્રધાને તેનું સ્વરૂપ જ બદલાવી નાખ્યું છે.

અર્થવ્યવસ્થા પહેલા અગિયાર નંબર પર હતા જે આગામી દિવસોમાં ત્રણ નંબર પર અર્થવ્યવસ્થા બની જશે ગ્લોબલ સમિટ ના વિસ વર્ષ માં પણ આઈડિયા અને ઇનોવેશન ને દિશા આપી છે ગુજરાત આગળ નું વિચારી રહયા છે અને આગળ વધતા જ રહીશું.આ પ્રસંગ અમિત શાહે માર્મિક ભાષામાં પૂર્વ પ્રધાનમંત્રી ની વાત કરતા કહ્યું કે સાયલન્ટ  પ્રધામંત્રી ની જગ્યાએ વાયબ્રન્ટ પ્રધાનમંત્રી આપણને મળ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…

આ પણ વાંચો:અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા શોકનું મોજુ ફરી વળ્યું

આ પણ વાંચો:પારડીમાં નરાધમ બનેવીએ સાળીને હવસનો શિકાર બનાવી