Breaking News/ મહારાષ્ટ્રના પૂર્વ CM અને શિવસેનાના પ્રથમ CM મનોહર જોશીનું થયું નિધન, 5 દાયકાથી રાજકારણમાં સક્રિય

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીનું નિધન થયું છે. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા

Top Stories India Breaking News

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીનું નિધન થયું છે. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ દાખલ કરવામાં આવ્યા હતા. 21 ફેબ્રુઆરીએ જ્યારે 86 વર્ષીય મનોહર જોશીની તબિયત બગડવા લાગી ત્યારે તેમના પરિવારજનો તેમને તરત જ હિન્દુજા હોસ્પિટલમાં લઈ ગયા. આઈસીયુમાં ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી. શુક્રવારે સવારે 3.02 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નોંધનીય છે કે 86 વર્ષીય મનોહર જોશી છેલ્લા કેટલાક સમયથી બીમારીનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે મે મહિનામાં તેમને મગજનો હુમલો થતાં આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રાજ્ય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર

મનોહર જોશીના પાર્થિવ દેહને તેમના હાલના નિવાસ સ્થાન રૂપારેલ કોલેજ, માટુંગા વેસ્ટ ખાતે સવારે 11 થી 2 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તેમની અંતિમયાત્રા બપોરે 2 વાગ્યે શરૂ થશે. તેમના અંતિમ સંસ્કાર દાદર સ્મશાન ગૃહમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

Manohar Joshi dead

બાળઠાકરેના વિશ્વાસુ અને શિવસેનાના પ્રથમ મુખ્યમંત્રી

શિવસેનાના દિગ્ગજ નેતાઓમાંના એક જોશી 1995 થી 1999 સુધી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા અને અવિભાજિત શિવસેના તરફથી રાજ્યના મુખ્ય પ્રધાન બનનારા પ્રથમ નેતા હતા.

1995માં જ્યારે શિવસેના પહેલીવાર મહારાષ્ટ્રમાં સત્તામાં આવી ત્યારે તેણે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. શિવસેનાને સત્તાની કમાન મળી ગઈ હતી અને બાળ ઠાકરેએ તેમના સૌથી વિશ્વાસુ મનોહર જોશીને મુખ્ય પ્રધાન તરીકેનો તાજ પહેરાવ્યો હતો, આ રીતે જોશીએ શિવસેનાના પ્રથમ મુખ્ય પ્રધાન બનવાનું બિરુદ મેળવ્યું હતું. મનોહર જોશી 14 માર્ચ, 1995ના રોજ મુખ્યમંત્રી બન્યા અને 31 જાન્યુઆરી, 1999 સુધી આ પદ પર રહ્યા. આ રીતે મનોહર જોશીએ 3 વર્ષ અને 323 દિવસ માટે ચાર્જ સંભાળ્યો હતો પરંતુ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.

મનોહર જોશીની સફર

મનોહર જોશી, મૂળ બીડ, મહારાષ્ટ્રના, રાયગઢ જિલ્લાના નાંદવી ગામમાં 2 ડિસેમ્બર 1937ના રોજ જન્મ્યા હતા. મુંબઈની પ્રસિદ્ધ વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટ (VJTI)માંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યા બાદ તેઓ RSSમાં જોડાયા અને પછી શિવસેનામાં જોડાયા. 70ના દાયકામાં પ્રથમ વખત કાઉન્સિલર તરીકે અને પછી વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા.

તેઓ સાંસદ પણ રહી ચુક્યા છે અને 2002 થી 2004 સુધી કેન્દ્રમાં વાજપેયી સરકારમાં લોકસભાના સ્પીકરનું પદ સંભાળ્યું હતું. શરૂઆતના દિવસોમાં તેઓ આરએસએસ સાથે જોડાયેલા હતા અને પછી શિવસેના સાથે તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.

Former Maharashtra Chief Minister and Shiv Sena stalwart Manohar Joshi dies at 86 - India Today

5 દાયકાની રાજકીય સફરનો આવ્યો અંત

લગભગ 5 દાયકાથી રાજકારણમાં સક્રિય રહેલા મનોહર જોશી રાજ્યના મુખ્યમંત્રી પણ હતા. તેમની રાજકીય કારકિર્દી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે શરૂ થઈ, ત્યારબાદ તેઓ મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, લોકસભા અને રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી બન્યા અને પછી એનડીએ સરકાર દરમિયાન લોકસભાના સ્પીકર બન્યા.

શિવસેનાના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીની 21 ફેબ્રુઆરીએ તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. પરંતુ હાર્ટએટેક આવતા આજે શુક્રવાર 23 ફેબ્રુઆરીના રોજ તેમણે હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દાદર સ્મશાન ગૃહમાં રાજ્ય સન્માન સાથે આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુવાનો તૈયારીમાં લાગી જજો,રાજ્ય સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી

આ પણ વાંચો:સામ્યાએ માત્ર ૩ દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી બનવાનો ફાસ્ટેસ્ટ દીકરી રેકોર્ડ

આ પણ વાંચો:વિધવા સાથે શારિરીક સંબંધો બનાવીને લાખો રૂપિયા પડાવી લીધા

આ પણ વાંચો:સુરતના બે સગા ભાઇ અને બે સગી બહેનોનો પ્રેમ અધૂરો રહ્યો..આવી રીતે ચારના થયા મોત…

આ પણ વાંચો:પેટમાં દુ:ખાવા બાદ હોસ્પિટલમાં દાખલ 10 વર્ષના બાળકનું મોત