Jharkhand/ સ્પેનિશ મહિલા પર ગેંગરેપ આચરનારા ચાર હવસખોરો ઝડપાયા

આ ઘટના ઝારખંડના દુમકામાં બની હોવાનું જણાવાયું છે. પોલીસે આ કેસમાં સાતમાંથી ત્રણ જણાને ઝડપી લીધા છે. સુત્રોના જણાવ્યા મુજબ દંપતી દુમકાના રસ્તે ભાગલપુર તરફ જઈ રહ્યું હતું. અડધી રાત્રે તેમણે  હંસડીહા બજારની પાસે એક નિર્જન સ્થળે એક..

Top Stories India Breaking News

@ નિકુંજ પટેલ

Jharkhand News: ઝારખંડના દુમકામાં થયેલા આ ગેંગરેપથી ચકચાર મચેલી છે. સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો નાક ઉપર જોવા મળ્યો છે. જેમાં જેમ બને તેમ જલ્દી આરોપીઓને ઝડપી લઈ તેમને સજા આપવાની માંગણી થઈ રહી છે. બીજી તરફ પોલીસે સાત પૈકી ચાર આરોપીને ઝડપી લીધા છે. ત્રણ આરોપી હજી ફરાર છે. તેમની ઓળખ થઈ ગઈ છે અને તેમને પણ ઝડપી લેવાશે, એમ પોલીસે કહ્યું હતું.

સ્પેનથી ભારત ફરવા આવેલી મહિલા સાથે બનેલી આ દર્દનાક ઘટનાથી ચકચાર મચી છે. મહિલા પોતાના પતિ સાથે બાઈક પર ભારત ટુર પર આવી હતી. તેની પહેલા તે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ ગઈ હતી. બાંગ્લાદેશથી પસાર થઈને આ દંપતીએ ઝારખંડમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં મહિલા પર ગેંગ રેપ ગુજારવામાં આવ્યો હતો. આ ઘટનાને તે સમયે અંજામ આપવામાં આવ્યો હતો જ્યારે તે મહિલા પોતાના પતિ સાથે ટેન્ટમાં ઉંઘી રહી હતી. તે સમયે સાત શખ્સોએ મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી અને બાઈક પર ફરાર થઈ ગયા હતા.

આ ઘટના ઝારખંડના દુમકામાં બની હોવાનું જણાવાયું છે. પોલીસે આ કેસમાં સાતમાંથી ત્રણ જણાને ઝડપી લીધા છે. સુત્રોના જણાવ્યા મુજબ દંપતી દુમકાના રસ્તે ભાગલપુર તરફ જઈ રહ્યું હતું. અડધી રાત્રે તેમણે  હંસડીહા બજારની પાસે એક નિર્જન સ્થળે એક ટેન્ટ લગાવ્યો હતો. જ્યારે દંપતી ટેન્ટ લગાવી ઉંઘી રહ્યું હતું ત્યારે કેટલાક લોકો તેમને ઉંઘતા જોઈને ત્યાં પહોંચ્યા હતા. તેમની સાથે મારઝુડ કરીને મહિલા સાથે ગેંગ રેપ ગુજાર્યો હતો. બાદમાં મહિલાએ અહીં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમને અટકાવીને ઘટના અંગે માહિતી આપી હતી.

દરમિયાન મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રડતા રડતા પોતાની સાથે બનેલા આ બનાવ અંગે જાણ કરી રહી છે. તેણે કહ્યું કે ભારતમાં મારી સાથે કંઈક એવું થયું જે મેં ક્યારેય વિચાર્યું ન હતું. અહીં સાત જણાએ મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. અમને મારઝુડ કરી લૂંટી લેવાયા હતા. અમારી પાસે વધુ કંઈ ન હતું. બસ તે લોકો મારી પર બળાત્કાર કરવા માંગતા હતા. હાલમાં અમે પોલીસ સાથે હોસ્પિટલમાં છીએ. 28 વર્ષની આ મહિલા દુમકાથી બિહાર અને ત્યાંથી નેપાળ જવાની હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અંબાણી પરિવારના પ્રસંગમાં હાજરી પુરાવા બચ્ચન ફેમિલી પહોંચી જામનગર

આ પણ વાંચો:પાલનપુર-દાંતા હાઈવે પર અકસ્માતની ઘટના, 2 લોકોના મોત