ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મહોમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ લગ્નેતર સંબંધોનો આરોપ લગાવ્યો હતો. હસીન જહાંના આરોપ પ્રમાણે શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો હોવાની વાત કહી હતી. હવે ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મહોમ્મદ શમી અને તેના પરિવાર વિરુદ્ધ હસીન જહાંએ FIR દાખલ કરી છે.
મહોમ્મદ શમી પર હત્યાનો પ્રયાસ અને ભાઈ પર તેણી સાથે બંધ રૂમમાં રેપ કરવાની કોશિશ કરી હોવાનો આરોપ શમીની પત્ની હસીને લગાવ્યો છે અને આ સાથે એક ઓડિયો ટેપ પણ હસીન જહાંએ બહાર પાડી છે. જહાંએ કોલકાતાના જાદવપૂર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી છે, આ FIRમાં શમીની માતા, બહેન, ભાઈ અને ભાભીના નામ પણ સામેલ છે.
કલકત્તાના પોલીસ સ્ટેશનમાં શમી અને તેના પરિવારના ચાર સભ્યો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાના કલમ, 498A, 323 (ગંભીર ઈજા), 307 (હત્યાનો પ્રયાસ), 376 (બળાત્કાર),506,328 અને 34 મુજબ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં શમીના પરિવાર વિરુદ્ધ ક્રૂર રીતે વ્યવહાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Case lodged against cricketer Mohammed Shami by his wife Hasin Jahan taken up by Detective Department of Lal Bazar police and it will be investigated by the Women’s Grievance Cell: Sources #WestBengal pic.twitter.com/uRRL3sUF40
— ANI (@ANI) March 9, 2018
શમીની પત્નીનું કહેવું છે કે, મને કોઈની મદદ ના મળતા મેં ફેશબૂકની મદદથી પોતાની વાતને રજુ કરી હતી. હસીન જહાંએ કહ્યું કે મારા ઉપર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. હું આ લડાઈમાં એકલી જ છુ. મીડિયાના લોકો સતત મને સવાલ કર્યા છે પરતું મીડિયાના લોકો ફક્ત મારી એકલી સાથે જ કેમ સવાલ જવાબો કરે છે? હું એકલી આ લડાઈએ લડી શકુ તેમ છું.
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે હસીન જહાંએ તેના ફેસબુક મેસેન્જર અને વોટ્સએપ પર અમુક સ્ક્રીન શોર્ટ્સ શેર કર્યા છે. તેના આધાર પર તેણે દાવો કર્યો છે કે, શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો છે. હસીન જહાંના જણાવ્યા પ્રમાણે, તેની પાસે તેના પતિ વિરુદ્ધ ઘણાં પુરાવા છે. જેનાથી શમીની એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની વાત સાબીત પણ થઈ શકે છે.
As far as allegation of compromising my performance playing for the country is concerned, I would rather die than do something like this: Mohammad Shami pic.twitter.com/PGvQotXNmH
— ANI (@ANI) March 8, 2018
આ FIR પર શમીએ નિવેદન આપ્યું છે કે, હસીન અને તેના પરિવાર સાથે અમે લોકો મડીને આ કેસ ઉકેલવાની કોશિશ કરી રહ્યા છીએ. પરંતુ ખબર નહિ કોણ હસીન જહાંને ભડકાવી રહ્યું છે. શમીએ વધુમાં કહ્યું હતું કે જ્યાં સુંધી દેશ માટે રમતા મારા પ્રદર્શન સાથે સમાધાન કરવાની વાત છે તો હું એવું કરવાની જગ્યાએ મરવાનું પસંદ કરીશ.
