Ahmedabad News : સાબરમતી જેલમાં બંધ અને છેલ્લા નવ વર્ષથી વચગાળાના જામીન પર છુટેલો આરોપી ફરાર હતો. જેને પગલે ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી લીધો હતો. ડબલ મર્ડરના ગુનામાં તે જેલમાં બંધ હતો.
આ કેસની વિગત મુજબ સરદારનગર હાંસોલમાં સમરથનગરમાં રહેતા ભરત મણીલાલ લેઉઆ પર ડબલ મર્ડરનો ગુનો દાખલ થયો હતો. આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનમાં તેની વિરૂધ્ધ 2014માં ડબલ મર્ડરનો આ ગુનો નોંધાયો હતો.
જેમાં આરોપી ભરત લેઉઆ કોર્ટની કસ્ટડી હેઠલ સાબરમતી જેલમાં બંધ હતો. જોકે છેલ્લા નવ વર્ષથી તે વચગાળાના જામીન પર છુટીને પરત નિર્ધારિત સમયે જેલમાં હાજર થયો ન હતો. આથી ફરાર આરોપીને પોલીસ શોધી રહી હતી.બીજીતરફ ફરાર આરોપી ભરત લેઉઆ 3 મેના રોજ શાહીબાગ નમસ્તે સર્કલ પાસે હોવાની જાણ થતા ક્રાઈમ બ્રાંચે અહીંતી આરોપીને ઝડપી લીધો હતો.
બાદમાં પોલીસે તેને સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા
આ પણ વાંચો: પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ
આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે
