Bhuj News : ભુજમાં અકસ્માતમાં એક દંપતીનું મોત નીપજતા આ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ભુજમાં આવેલા ધાણેટીમાં આ કરૂણ બનાવ બન્યો હતો.
જેમાં મોપેડ પર જઈ રહેલા દંપતીને ટ્રકે ટક્કર મારી હતી. આ બનાવની વિગત મુજબ આ દંપતી મોગલધામના દર્શન કરીને મોપેડ પર પરત આવી રહ્યું હતું. દરમિયાન ધાણેટી નજીકથી તેઓ મોપેડ પર પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી આવી રહેલા ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી. જેમાં આ દંપતીનું મોત નીપજ્યુ હતું.
તપાસમાં મૃતક મહિલા આસિસ્ટંટ સબ ઈન્સપેક્ટર (ASI) તરીકે ફરજ બજાવતી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક વંદે ભારત દોડશે
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
આ પણ વાંચો:તમામ જીલ્લાઓમાં 1 ફેમિલી કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ
