Rajkot Fire Tragedy/ પ્રદીપસિંહ ચૌહાણના ગુમ કુટુંબીજનોના મૃતદેહના ડીએનએ મેચ થયા

રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડે અનેક કુટુંબનો માળા વિખેરી નાખ્યા છે. આ અગ્નિકાંડમાં હજી પણ કેટલાય સ્વજનોની ઓળખ થઈ શકી નથી. આ સંજોગોમાં પ્રદીપસિંહ ચૌહાણ નામના પિતાની વેદના બહાર આવી છે. તેમના કુટુંબના  ગુમ સભ્યોના ડીએનએ મેચ થયા છે.

Gujarat Gandhinagar Top Stories

રાજકોટઃ રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડે અનેક કુટુંબનો માળા વિખેરી નાખ્યા છે. આ અગ્નિકાંડમાં હજી પણ કેટલાય સ્વજનોની ઓળખ થઈ શકી નથી. આ સંજોગોમાં પ્રદીપસિંહ ચૌહાણ નામના પિતાની વેદના બહાર આવી છે. તેમના કુટુંબના  ગુમ સભ્યોના ડીએનએ મેચ થયા છે.

પ્રદીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે મારા કુટુંબના આઠ સભ્યો ગયા હતા. તેમાથી ત્રણના મોત થયા છે અને મારા દીકરા સહિત પાંચ હજી પણ લાપતા હતા. તેમા 15 વર્ષીય રાજભા ચૌહાણ, 14 વર્ષીય ધર્મરાજસિંહ જાડેજા, 10 વર્ષીય ગુડ્ડુબા હિતેન્દ્રસિંહ જાડેજા, 42 વર્ષીય વિરેન્દ્રસિંહ જાડેજા, 31 વર્ષીય ઓમદેવસિં ગોહિલના ડીએનએ મેચ થયા છે.

મારા કુટુંબના આઠ જણા ચાર વાગ્યાની આસપાસ નીકળ્યા હતા. તેઓ ત્યાં પહોંચ્યાના 15થી 20 મિનિટની અંદર જ આ હોનારત થઈ હતી. મારા કુટુંબના ત્રણ સભ્યો હતા. તેમાથી ફોન આવ્યો હતો કે આગ લાગી છે. પરથી ધુમાડા થાય છે. ફાયર બ્રિગેડ કે કોઈ આવ્યું નથી અને કોઈ કંઈ જવાબ આપતા નથી. 20થી 25 લોકો હતા તે દરવાજો બંધ કરીને નીકળી ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં શબવાહીનીઓની માગમાં ચિંતાજનક વધારો

આ પણ વાંચો: ગેમઝોનના પાર્ટનરો દ્વારા જરૂરી મંજુરી મુદ્દે પોલીસ કમિશનર થોથવાયા

આ પણ વાંચો: ગેમિંગ ઝોનમાં આગની ભયાનકતાનું કારણ પેટ્રોલ-ડીઝલનો જથ્થો

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં NOC વગર ધમધમી રહેલાં 6 ગેમ ઝોન કરાયા બંધ