Rajkot News: રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડની પ્રથણ માસિક પુણ્યતિથિ પર પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસ દ્વારા સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે. બંધનાં સમર્થનમાં કોંગ્રેસનાં નેતાઓ જોડાશે.
કોંગ્રેસે ભડથુ થયેલા લોકોને ન્યાય અપાવવા બંધનું એલાન કર્યું છે, સાથે મોટા ભાગના વેપારીઓએ પણ સમર્થન આપ્યું છે. કોંગેસ નેતા રાહુલ ગાંધીએ અગ્નિકાંડના પીડિતો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી તેમને ન્યાય અપાવવા આશ્વાસન આપ્યુ હતું.
કોંગ્રેસના બંધના એલાનને બાર એસોસિશને ટેકો આપ્યો છે. જ્યારે પીડિત પરિવારોનો મત છે કે, ચોક્કસથી કડક અને ઝડપી કાર્યવાહીની જરૂર છે પરંતુ આ મુદ્દે રાજનીતિ થાય તે યોગ્ય નથી. વેપારીઓ પણ અડધો દિવસ બંધ પાળશે તેમ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર
આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર
આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ
