Gujarat Weather/ રથયાત્રામાં વરસાદ પડશે? હવામાન વિભાગે શું કરી આગાહી…..

ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગે એક સપ્તાહ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે…………….

Top Stories Gandhinagar Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Breaking News

Gujarat Weather News: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગે એક સપ્તાહ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વધુ એક વખત વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે. અમદાવાદમાં આઝે 147મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.

આજે અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિકે માહિતી આપતા જણાવ્યું કે, આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. આજે રથયાત્રાના દિવસે અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. દરિયો ગાંડો બનશે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદને કારણે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલની આગાહી
રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં અમી છાંટણા પડી શકે છે. અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે. હવાના હળવા દબાણના કારણે 7 થી 14 જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. 11 જુલાઈએ અષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે. 15 જુલાઈ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર રચાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત સચિન બિલ્ડિંગ દુર્ઘટના: સાત લોકોના મોત નિપજ્યા, રેસ્કયૂ ઓપરેશન યથાવત્

આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથને મામેરામાં શું આપવામાં આવ્યું

આ પણ વાંચો: સુરત બિલ્ડીંગ દુર્ઘટના: ફાયર માર્શલ વિકીએ કેવી રીતે બચાવી મહિલાને