Surat News/ સુરતમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી સાથે થઇ ઠગાઇ

સુરતમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રિંકલ પટેલ સાથે ફિલ્મના પ્રોડક્શન મેનેજર અનંત ફળદુએ 6 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકે નોંધાઈ હતી.

Top Stories Gujarat Breaking News

સુરતમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રિંકલ પટેલ સાથે ફિલ્મના પ્રોડક્શન મેનેજર અનંત ફળદુએ 6 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં અભિનેત્રીએ બહેનનાં લગ્ન માટે સોનાના દાગીના મંગાવ્યા હતા અને રૂપિયા લઇ સોનુ ન આપતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.સુરતમાં રહેતી રીંકલ પટેલએ કાપોદ્રા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. રીંકલના જણાવ્યા પ્રમાણે તેની બહેનના લગ્ન હતા. દાગીના ખરીદવા માંગતી હતી. ગુજરાતી ફિલ્મ તથા ફિલ્મના ગીતોમાં પ્રોડક્શન મેનેજર તરીકે કામ કરતાં અનંત ભરત ફળદુને મળી હતી.

ગુજરાતી ફિલ્મ અંધકાર અને લોટરીમાં હીરોઈન તરીકે કામ અપાવનાર અનંતે પોતાની જામનગરમાં જવેલરી શોપ હોવાનું જણાવી ત્યાંથી દાગીના અપાવવાની બાંહેધરી આપી હતી. પોતે દુબઈથી સસ્તામાં લાવતો હોવાનું જણાવતાં રિંકલે તેને માર્ચથી એપ્રિલ મહિના દરમ્યાન રોકડાં 2 લાખ તથા ઓનલાઈન ચાર લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી. જોકે આ નાણાં લીધા બાદ અનંત રફુચક્કર થઈ ગયો હતો. તેના ઘરે પણ તે મળી આવતા મામલો શંકાસ્પદ લાગ્યો હતો. આ માટે રિંકલે વખતો વખત તેની સાથે સંપર્ક કરવાની પણ કોશિષ કરી હતી.

પરંતુ તેનો સંપર્ક કરવાની વાત તો દુર રહી જે સ્થળે પહેલા મળી આવતો હતો તે સ્થળેથી પણ ગાયબ હોવાનુ બહાર આવ્યુ હતુ. જેથી રિંકલની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનુ જણાતા કાપોદ્રા પોલીસ મથકે બનાવની તમામ હકીકત જણાવી હતી. તેમજ તેને લગતા પુરાવા પણ પોલીસ સમક્ષ રજુ કર્યા હતા. જે આધારે પોલીસે રિંકલની ફરીયાદ લઈને અનંત ફળદુ સામે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે. હાલમાં પોલીસે અનંત ફળદુને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમા મિત્રએ જ કરી મિત્રની હત્યા

આ પણ વાંચો:આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: પોરબંદરમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું, વહીવટી તંત્ર ખડેપગે