Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gandhinagar News/ સાઇબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની સજ્જતા વધી, 47 ટકા રકમ પરત મેળવવામાં સફળ

ગુજરાત પોલીસ સાઇબર ક્રાઇમના નાથવા માટે પહેલાં કરતાં વધુ સુસજ્જ થઈ છે. તેના કારણે 2023માં સાઇબર ગુનેગારો પાસેથી ફક્ત 18 ટકા જ રકમ વસૂલી શકેલી પોલીસ 2024માં 47 ટકા સુધીની રકમ વસૂલવામાં સફળ રહી છે. આ બાબત ગુજરાત પોલીસની સાઇબર ક્રાઇમ સામે વધતી જતી સુસજ્જતા બતાવે છે.

August 2, 2024August 2, 2024jani
Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: ગુજરાત પોલીસ સાઇબર ક્રાઇમના નાથવા માટે પહેલાં કરતાં વધુ સુસજ્જ થઈ છે. તેના કારણે 2023માં સાઇબર ગુનેગારો પાસેથી ફક્ત 18 ટકા જ રકમ વસૂલી શકેલી પોલીસ 2024માં 47 ટકા સુધીની રકમ વસૂલવામાં સફળ રહી છે. આ બાબત ગુજરાત પોલીસની સાઇબર ક્રાઇમ સામે વધતી જતી સુસજ્જતા બતાવે છે. તાજેતરમાં, ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે.

સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ લોક થઇ ગયેલા 28,000 બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કરવામાં આવ્યા છે. બેંકખાતાઓ અનફ્રીઝ થવાથી પીડિતોને મોટી રાહત મળી છે. આ બાબત પર વધુ પ્રકાશ પાડતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની અસરકારક તપાસના પરિણામે 28 હજાર જેટલા બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. આ પગલું એ પીડિતોને નોંધપાત્ર રાહત આપશે, જેઓ દગાખોરીથી પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની યુક્તિઓમાં ફસાઈ ગયા હતા.”

અટવાયેલી રહેલી રકમ તેમજ રિફંડની રકમ અંગેની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, રિફંડની રકમ અને હોલ્ડ પર એટલે કે અટવાયેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. તેમણે જણાવ્યું કે 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% છે, જે 2023માં માત્ર 17.93% હતી. 30 જૂન, 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ ₹114.90 કરોડ છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ ₹53.34 કરોડ છે. આ તફાવત દર્શાવે છે કે ઓથોરિટીએ સાયબર ક્રાઈમના પીડિતોને સમયસર રાહત મળે એ સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે, જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય. તેઓ હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરશે. તેમણે જણાવ્યું હતું કે આ ફેરફારનો હેતુ મધ્યમ-વર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે, જેઓ આખું બેંક અકાઉન્ટ લોક થઈ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરે છે.

તેમણે ઉમેર્યું હતું કે, “મધ્યમ-વર્ગના લોકો સાયબર ક્રાઈમના લીધે આર્થિક રીતે પ્રભાવિત થયા હતા અને અએકાઉન્ટ ફ્રીઝ થવાના કારણે તેઓ પોતાના ખાતામાં રહેલી રકમને મેળવવા માટે અસમર્થ હતા. હવે તેમના ખાતાઓ અનફ્રીઝ થઇ જવાના કારણે તેઓએ મોટી રાહત અનુભવી છે. આ પગલું એવા લોકો માટે ખરેખર રાહતદાયી છે જેઓ બહુ ધનવાન નથી અને મોટાભાગે રોજિંદા વ્યવહારો માટે તેમના બેંક ખાતાઓ પર આધાર રાખે છે.”
ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના બેંક ખાતાઓ ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઈમમાં તેમની બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે. એક પછી એક કેસના આધારે આ ખાતાઓની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ આવા ખાતાઓને શક્યતઃ અનફ્રીઝ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના

આ પણ વાંચો: 20 લાખના લાંચિયા આસિ.ટીપીઓના ઘરમાંથી 77 લાખની માલમતા કબજે

આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખાડામાં પડી, બાળકો સુરક્ષિત

આ પણ વાંચો: ગુજરાતને GST, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરાથી રૂ. 9,726 કરોડની આવક

Post navigation

વાયનાડમાં ભારતીય સેનાના લેબ્રાડોર ડોગ JAKI, DIXIE અને SARAની અદભૂત કામગીરી
રાજકોટમાં રસ્તાઓ બન્યા બિસ્માર, ખાડાઓ ‘જીવલેણ’

More Posts

Not Set/ અમદાવાદ/ CM રૂપાણીએ ટ્વિટ કરી મેટ્રોનાં કામને લઈને આપી આ મહત્વની માહિતી

August 29, 2020arjun patel

Not Set/ બનાસકાંઠા: હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનચાલકે પદયાત્રીને ટક્કર મારી ફરાર

March 31, 2018Nirmal Acharya

Breaking News/ IPL 2024 પહેલા CSKની મોટી જાહેરાત, MS ધોનીની જગ્યાએ આ ખેલાડી બનશે કેપ્ટન

March 21, 2024March 21, 2024Maya Sindhav
PI accused the accused of having oral sex, The accused made the video viral

Not Set/ PI એ આરોપી પાસે ઓરલ સેક્સ કરાવ્યાનો આરોપ, આરોપીએ કર્યો વીડિયો વાયરલ

October 28, 2018October 28, 2018harshjit jani

IMD forecast/ આજે સૂર્યપ્રકાશ હશે પણ ધુમ્મસમાંથી હજુ રાહત નહીં… પહાડોમાં કેવી છે બરફવર્ષા, જાણો તમારા શહેરનું હવામાન

January 31, 2025January 30, 2025Yogesh Vaghela

Not Set/ અમદાવાદ: NSUIના ઉદ્દઘાટન મામલે RSSના પ્રમુખ મોહન ભાગવતનો વિરોધ

February 2, 2019February 2, 2019Nirmal Acharya

મહામેળામાં ઊમટ્યું માનવમહેરામણ/ ભાદરવી પૂનમના પ્રથમ દિવસે હજારો માઈભક્તો માતાના દર્શને ઉમટ્યાં

September 6, 2022September 6, 2022padma prajay

T20 WC 2024/ નેધરલેન્ડ સામે અપસેટથી બચવા માંગશે દક્ષિણ આફ્રિકા, નોર્ટજે પર રહેશે નજર

June 8, 2024Maya Sindhav

Gujarat/ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ દ્વારા સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર પદે નિલેશ દેસાઇ, સાડા ત્રણ દાયકા પછી ગુજરાતી વિજ્ઞાનીની પસંદગી

January 1, 2021parth amin

Vadodara/ વડોદરા : સંસ્કારી નગરીને લાંછન લગાડતો કિસ્સો, સ્કૂલ વાનમાં વિદ્યાર્થીની સાથે પિતા સમાન વ્યક્તિએ કર્યા અડપલાં

February 10, 2024February 10, 2024Heena Dave
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy