Bharuch news/ ભરૂચમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ અને ટ્રામાડોલ મળી આવ્યું

અંદાજે 800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Top Stories Gujarat

Surat News : બે અલગ અલગ બનાવમાં ભરૂચના દહેજ ખાતેથી એક પાર્માસ્યુટિકલ યુનિટમાંથી એટીએસની ટીમે લિક્વીડ ટ્રામાડોલનો અંદાજે 1410 લીટરનો જથ્થો ઝડપી લીધો હતો. અન્ય બનાવમાં એટીએસે થામેના ભીવંડી ખાતે એક ફેક્ટરીમાંથી 793.232 કિ.ગ્રામનો એમડી ડ્રગ્સ અને એપરેટ્સનો જથ્થો ઝડપી લીધો હતો.પ્રથમ બનાવની વિગત મુજબ એટીએસને માહિતી મલી હતી કે દહેજ જોલવા જીઆઈડીસીમાં એક પ્લોટમાં આવેલી પાર્મા કંપનીમાં ચીફ કેમિસ્ટ પંકજ રાજપુત ટ્રામાડોલ બનાવી રહ્યા છે. જેને આધારે પોલીસે અગીં દરોડો પાડીને 31.દ2 કરોડ રૂપિયાની કિંમતનો ટ્રામાડોલનો અંદાજે 1410 લીટરનો ગેરકાયદે જથ્થો ઝડપી લીધો હતો. એટીએસએ પંકજ રાજપુતની પુછપરછ કરતા તેણે સીઝ કરવામાં આવેલ પ્રવાહી ટ્રામાડોલ પોતે અને નિખીલ કપૂરિયાએ ટ્રામાડોલ ટેબ્લેટ્સ બનાવવા માટે આ પ્રવાહીનો સંગર્હ કર્યો હોવાનું જણાવ્યું હતું,

નિખીલ અને પંકજે ટ્રામાડોલ એપીઆી બનાવવા માટેના જરૂરી રો મટિરીયલ અને કેમિકલ સરખેજ અમદાવાદ ખાતે આવેલ શ્રીજી સાયન્ટિફીકના માલિક હર્ષદ કુકડીયા પ્રોસેસિંગ માટે આપતા હોવાનું બહાર આવ્યું હતું. પ્રોસેસિંગ બાદ તૈયાર થયેલ ટ્રામાડોલ નિખીલ કપૂરીયા અને પંકજ રાજપુત હર્ષદ કુકડીયાને ,રખેજ ખાતે મોકલી આપતા હતા. પોલીસે હર્ષદ કકુડીયાની પુછપરછ કરતા તેણે કહ્યું હતું કે તે કેવલ ગોંડલીયાના સંપર્કમાં હતો. હર્ષદ ગેરકાયદે ટ્રામાડોલ ટેબ્લેટ્સના ઉત્પાદન માટે જરૂરી એપીઆી અંકલેશ્વરના પંકજ રાજપુત અને મારૂતી બાયોજેનીકના માલિક નિખીલ કપૂરિયા પાસેથી તૈયાર કરાવીને કેવલ ગોંડલીયાને સપ્લાય કરતો હતો.

બાદમાં આરોપીઓ ધણોટ અવે છત્રાલ ખાતે આવેલ ડીનાકોર ટેબ્લેટનો જથ્થો કેવલ ગોંડલીયા અને હર્ષિત પટેલ દ્વારા આગળ ધપાવવામાં આવતો હતો. હાલમાં પોલીસે પંકજ રાજપુત અને નિખીલ કપૂરીયાની ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધ હાથ ધરી છે.અન્ય બનાવમાં ગુજરાત એટીએસે અગાઉ ધરપકડ કરેલા ત્રણ શખ્સોની ધરપકડ કરીને પુછપરછ કરી હતી. જેમાં અગાઉ 18દુલાઈ 2024 ના રોજ એટીએસની ટીમે માદક પદાર્થ મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો પર્દાફાસ કર્યો હતો જેમાં 4 કિલો મેફેડ્રોન અને 31.409 કિલો લિક્વીડ મેફેડ્રોન જેની કિંમત 51.409 કરોડ હોવાનું બહાર આવ્યું હતું.

તે સમયે પોલીસે આ ડ્રગ કાર્ટેલમાં સામેલ મોહમ્મદ યુનુસ ઉર્ફે એજાઝ તથા મોહમ્મદ આદીલની પુછપરછ કરી હતી. આ કેસમાં મોહમ્મદ યુનુસ અને તેનો ભાઈ મોહમ્મદ આદીલ વોન્ટેડ હતા. દરમિયાન મોહમ્મદ આદીલ મહારાષ્ટ્રના ભીવંડા ખાતે એક ફ્લેટમાં ગેરકાયદે માદક પદાર્થ મેફેડ્રોન બનાવી વેટચતા હોવાનું જાણવા મળ્યું હતું. જેને આધારે પોલીસે ભીવંડીના નદી નાકા પાસેના ફ્લેટમાં દરોડો પાડીને 10.969 કિગ્રા, સેની લિક્વીડ મેફેડ્રોન તથા બેરલમાં ભરેલ 782,263 કિલોગ્રામ લિક્વીડ મેફેડ્રોન મળી આવ્યું હતું, પોલીસે આ દરોડામાં મોહમ્મદ યુનુસ, મોહમ્મદ આદીલની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BSNL સિમકાર્ડ વેચાણમાં વધારો, સમગ્ર ગુજરાતમાં લાખો ગ્રાહકો જોડાયા

આ પણ વાંચો: સાબરકાંઠા તલોદમાં પિતા-પુત્રએ સગીરા પર આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચો: વડોદરામાં વકર્યો મચ્છર અને પાણીજન્ય રોગચાળો