Gandhinagar News: ગુજરાતમાં મેઘસવારી જળવાઈ છે. આ સવારી મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં મેઘમહેર થઈ છે.

સોમવારના રોજ ગુજરાતમાં મેઘરાજાની સવારી મધ્ય અને દક્ષિણના જિલ્લાઓમાં આવી પહોંચી હતી. છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ અસર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થઈ છે. રાજ્યના કુલ 34માંથી 33 તાલુકામાં વરસેલા એક ઈંચથી વધુ વરસાદ વાળા તાલુકા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આવે છે. ત્યારે જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે.

દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં સાડા ત્રણ ઈંચ, ઉમરપાડામાં ત્રણ ઈંચ, આણંદમાં ત્રણ ઈંચ, જલાલપોરમાં 2.6 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચ, ડભોઈમાં 2.2 ઈંચ, હાલોલ અને ડોલવણમાં 2 ઈંચ, વલોડમાં 1.8 ઈંચ, સુબીરમાં 1.7 ઈંચ, મહુવામાં 1.6 ઈંચ, વાંસદામાં 1.6 ઈંચ, બારડોલીમાં 1.5 ઈંચ, વઘઈમાં 1.5 ઈંચ, ડેડિયાપાડામાં 1.5 ઈંચ, સાવલીમાં 1.5 ઈંચ, સોજીત્રામાં 1.5 ઈંચ, માંગરોળમાં 1.5 ઈંચ, પેટલાદમાં 1.4 ઈંચ, મોરવા (હડફ)માં 1.3 ઈંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે
આ પણ વાંચો:વલસાડમાં ઉદવાડા દરિયા કિનારે 11 કિલોથી વધુ ચરસ મળી આવ્યું
આ પણ વાંચો:વાપીમાં જમીનનાં સોદામાં બિલ્ડરે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ, અંતે થઈ ધરપકડ
