ChhotaUdepur News/ છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં

હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં જાનમાલને નુકશાની ન થાય તે માટે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ વિડીયો કોન્ફરન્સ યોજીને જિલ્લાના અધિકારીઓને સાવચેતી અને તકેદારીના પગલાં લેવા જરૂરી સૂચનાઓ આપી હતી.

Gujarat Others Breaking News

છોટાઉદેપુર: હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં જાનમાલને નુકશાની ન થાય તે માટે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ વિડીયો કોન્ફરન્સ યોજીને જિલ્લાના અધિકારીઓને સાવચેતી અને તકેદારીના પગલાં લેવા જરૂરી સૂચનાઓ આપી હતી.

ધામેલીયાએ તમામ અધિકારી-કર્મચારીઓ અને તલાટીઓ ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહે તે જોવા જણાવીને સંભવિત પરિસ્થિતિ અંગે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. વધુમાં જે ગામમાં તલાટી ના હોય ત્યાં અન્ય કર્મચારીઓને ફરજ સોંપવા જણાવ્યું હતું.

તેમણે જિલ્લાના મોટા ડેમમાં પાણીની આવક વધવાના સંજોગોમાં નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા અને બચાવની કામગીરી કરવા જણાવ્યું હતું. તદુપરાંત આશ્રિત લોકોને ભોજન, આરોગ્ય સારવાર સહિતની પ્રાથમિક સુવિધાઓ મળી રહે જે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં જ્યાં રસ્તાઓ પર પાણી ભરાયા હોય અને પસાર થઈ શકાય તેમ ન હોય ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવી. આ ઉપરાંત નીચાણવાળા કોઝવે કે જેમાં પાણી પસાર થઇ રહ્યું હોય તેમાં લોકોની અવરજવર સદંતર ધોરણે બંધ કરાવવી. જિલ્લામાં કોઇ પણ સ્થળે વીજપુરવઠો ખોરવાય/ખામી સર્જાય તો તાત્કાલિક ધોરણે તેને શરૂ કરવા જણાવીને તેમણે એમ.જી.વી.સી.એલ. ના તમામ કંટ્રોલ રૂમમાં ફરિયાદ નિવારણની પ્રક્રિયા ઝડપી અને સટિક બનાવવા જણાવ્યું હતું.

તેમણે ભારે વરસાદના કારણે જો કોઈ નુકસાની જણાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમમા જાણ કરવા જણાવ્યું હતું. આ વીડિયો કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સહાયક માહિતી નિયામક શ્રી માર્ગી રાજપૂત, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ઇન્ચાર્જશ્રીઓ સહિત સંબંધિત અધિકારીઓ જોડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓરંગા નદીના પાણી ઓસર્યા, પુલ-માર્ગો થયા જર્જરિત

આ પણ વાંચો: ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં

આ પણ વાંચો: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ