Morbi News: મોરબીમાં નવા બની રહેલા ઓવરબ્રિજ(Overbridge) ની ચકાસણી દરમિયાન ક્ષતિ જોવા મળી છે. ઓવરબ્રિજ ચકાસણી દરમિયાન આ વાત બહાર આવતા ચકચાર મચી રહી છે. આમ આ બ્રિજ બનાવનારા રણજિત બિલ્ડકોનનું (Ranjit Buildcon) પાપ મોરબીમાં પ્રકાશ્યું છે. નવા બની રહેલા ઓવરબ્રિજમાં પિલરનો ભાગ નમી ગયો છે. તેના પગલે પિલરનો ભાગ પાડીને નવો બનાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરને પિલરનો ભાગ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મોરબીમાં નટરાજ ફાટક ઓવર બ્રિજનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે નવા ઓવરબ્રિજમાં એક પિલરનો ઉપરનો ભાગ સરકી ગયો હતો. જો કે, બેદરકારીભર્યું નુકસાન ધ્યાને આવતાં જ માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાક્ટરને આ ભાગ તોડીને ફરીથી કામ કરવા આદેશ કર્યો હતો.
આ સમગ્ર કિસ્સાની વિગત એવી છે કે મોરબીના નટરાજ ગેટ પર ટ્રાફિક સમસ્યા હળવી કરવા કેસરબાગ પાસે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ ઓવરબ્રિજનું કામ અમદાવાદની રણજીત કન્સ્ટ્રક્શન કંપની કરી રહી છે. હાલ આ ઓવરબ્રિજમાં મહત્વના થાંભલાઓ ઉભા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ તાજેતરમાં એક ઘટના સામે આવી છે જ્યાં થાંભલાનો ઉપરનો કોંક્રીટ ભરેલો ભાગ અંદર ખાબક્યો હતો. બ્રિજના પ્રારંભિક કામ દરમિયાન આખો બ્રિજ જે થાંભલા પર ઉભો છે તેની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી હતી.
જોકે, માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, અમારા ઇન્સ્પેક્શન દરમિયાન સ્થળ નંબરના થાંભલાની ઉપરની બાજુની ગોઠવણી ખરાબ હોવાનું જણાયું હતું. આથી કોન્ટ્રાક્ટરને આ ભાગ દૂર કરીને ફરીથી કેપ કાસ્ટિંગ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદીઓને આજે મળશે રૂ. 210 કરોડના ખર્ચે SG હાઇવે પર બનનારા બે ઓવરબ્રિજની ભેટ
આ પણ વાંચો: 44 કરોડના ખર્ચે બનેલ ઓવરબ્રિજમાં ફરી ગાબડાં,દુર્ઘટના થશે તો જવાબદાર કોણ?
આ પણ વાંચો: વડોદરાના ધમધમતુ બુલેટ ટ્રેનનુ કામકાજઃ છાણી-છાયાપુરી રેલ્વે ઓવરબ્રિજ આઠ દિવસ બંધ રહેશે
