Gujarat News/ શામળાજી મંદિરમાં ભગવાનને 400 ગ્રામ સોનાની પાદુકા અર્પણ કરાઈ, ભક્તની અનોખી શ્રદ્ધા

શામળિયાને નવા વર્ષે એક ભક્તે સોનાની ચરણ પાદુકા અર્પણ કરી છે

Top Stories Gujarat

Gujarat News : ભગવાન અને માતાજીના દર્શન સાથે નવા વર્ષની લોકો શરૂઆત કરી રહ્યા છે. ત્યારે રાજ્યના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે નવા વર્ષે શામળાજી મંદિરમાં ભગવાનને સોનાની પાદુકા અર્પણ કરવામાં આવી છે. ભગવાન શામળિયાને નવા વર્ષે એક ભક્તે સોનાની ચરણ પાદુકા અર્પણ કરી છે. પાપ્ત વિગતો મુજબ 30 લાખ રૂપિયાથી વધુની કિંમતની 400 ગ્રામ વજનની ચરણ પાદુકા ભક્તોએ ભગવાનને અર્પણ કરી છે.

નવા વર્ષેના પહેલા દિવસે ભક્ત દ્વારા શામળિયાને સોનાનું દાન કરવામાં આવ્યું છે.હિંમતનગરમાં ભક્તની અનોખી શ્રદ્ધા સામે આવી છે. મંદિરમાં સોનાનુ દાન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે. જ્યાં શ્રદ્ધા, આસ્થા અને ભક્તિ-શક્તિના કેન્દ્ર શામળાજી મંદિરમાં ભક્તો ભગવાનનો જયકારો બોલાવી પોઝિટિવ અનુભૂતિ મેળવી રહ્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃગુજરાતમાં વધ્યા આગના બનાવો, નવા વર્ષમાં થયું મોટું નુકસાન

આ પણ વાંચોઃજાણો ગુજરાતના કયા શહેરમાંથી મળી આવ્યો ઝીંકા વાયરસનો વધુ એક કેસ

આ પણ વાંચોઃદિવાળીમાં ફટાકડા ફોડ્યા બાદ ગુજરાત સહિત દેશભરમાં હવા બની ઝેરી, જાણો તમારા શહેરોની સ્થિતિ