Weather Forecast/ રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો થવાની શક્યતા, હવામાન વિભાગની આગાહી

ગુજરાતના હવામાનમાં વધુ એકવખત ઠંડીનો ચમકારો થવાની શક્યતા, લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Weather Forecast News : રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં ઠંડીનું વધુ પ્રચંડ રાઉન્ડ શરૂ થવાનું છે. આગામી 24 કલાકમાં રાજ્યમાં ઠંડીનો પ્રભાવ વધે તેવી શકયતા છે, અને લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે.

રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ગુજરાતમાં અસર થવાની શક્યતા છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 14 થી 15 ડિગ્રી અને ગાંધીનગરમાં 13 થી 14 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ સાથે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. હવામાન વિભાગે નાગરિકોને ઠંડીથી બચવા માટે તૈયાર રહેવાની સલાહ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠશે, હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો: ઠંડીથી મળશે રાહત, ગુજરાત હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 4 દિવસ સુધી કાતિલ ઠંડી યથાવત રહેશે