Amreli News : રાજ્ય સરકારની 108 ની સેવા સંખ્યાબંધ લોકોને ત્વરિત તબીબી સેવા પૂરી પાડી નવજીવન આપતી હોવાથી વિશ્વાસ અને ચોક્કસાઈનો પયાર્ય બની ગઇ છે.અમરેલી સાવરકુંડલાના આંબરડી અને થોરડી વચ્ચે રસ્તાના વળાંકમા મોટરસાયકલ સ્લીપ થતા અકસ્માતમાં રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામના છગનભાઇ ભાણાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ (50) ઘાયલ થતા તેમની સારવાર સાથે તેમનો સામાન સાચવીને રાખ્યો હતો.
જાહેર માર્ગો પર અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર આપતા સમયે તેમની સાથે કોઈ સગા સંબંધી હાજર નહીં હોય તે પરિસ્થિતિમાં તેમની પાસે રહેલ કિંમતી મુદામાલ સાચવીને રાખી લેવામાં આવે છે.જે દર્દીના પરિવારજનોને રૂબરૂ બોલાવી 108 પરિવાર દ્વારા પરત કરાય છે. 108ની ટીમ દ્વારા સારવારની સાથો-સાથ ફરજનિષ્ઠ કર્મીઓ દ્વારા તેમની સાથેના કિંમતી વસ્તુઓ સોંપવાનો એક પ્રેરણાત્મક કિસ્સા વિશે વિગત આપતા 108 ટીમના અમરેલી જિલ્લાના અધિકારી અમાનતઅલી નકવીએ જણાવ્યું હતું કે,આંબરડી અને થોરડી વચ્ચે રસ્તાના વળાંકમા મોટરસાયકલ સ્લીપ થઈ હતી, આ અકસ્માતમા ઘવાયેલ બાઈક ચાલકને સારવાર માટે 108 માં જાણ કરાઇ હતી.
108 મા જાણ થતાજ ખાંભા 108 ની ટીમ ના ઈ.એમ.ટી. જીતેશ કલસરીયા અને પાયલોટ ભરત મકવાણા સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળ પર પહોંચી ઘાયલ દર્દીને સારવાર પૂરી પાડી હતી. આ તકે તેઓને 108 એમ્યુલન્સ મારફત સારવાર આપી, અને રાજુલા સરકારી હોસ્પિટલમા ખસેડ્યા હતા. ઈ.એમ.ટી. જીતેશ કલસરીયા અને પાયલોટ ભરત મકવાણાએ દર્દી છગનભાઇ ભાણાભાઈ ચૌહાણના પરિવારજનોને જાણ કરી સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે બોલાવી અંદાજીત રૂપિયા 1,53,000/- રોકડા , તેમજ બેંક એ.ટી.એમ. કાર્ડ , આધાર કાર્ડ, બાઈકની આરસી બુક, અને 2 કીપેડવાળા મોબાઇલ હોસ્પિટલમાં તેમના સગા ને સુપરત કરવામાં આવ્યા હતા,આ તકે ઘાયલના પરિવારજનોએ 108ની ટીમની સરાહનીય કામગીરીથી પ્રભાવિત થઈ આભાર માન્યો હતો. તેમજ આવી ઉત્કૃષ્ટ અને પ્રામાણિક કામગિરી કરવા બદલ 108 ના પ્રોગ્રામ મેનેજર દિલીપ સોલંકી અને અમરેલી જિલ્લાના 108 ના અધિકારી અમાનતઅલી નકવી દ્વારા ટીમને બિરદાવવામાં આવ્યા હતાં.
@ Paresh Parmar
આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર
આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી
આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી
