Gandhinagar News/ ગુજરાત પોલીસ રસ્તામાં ઉતરતાં અસમાજીક તત્વોમાં ફફડાટ

રાજ્યમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat

Gandhinagar News: અમદાવાદ (Ahmedabad)નાં વસ્ત્રાલ (Vastral)માં બનેલી ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યાં છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા (Law and Order)ની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજીક ગુંડા તત્વો (Anti Social elements) પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે (DGP Vikas Sahay) આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં 100 કલાકમાં 8874 અસમાજીક તત્વોની યાદી (List) તૈયાર કરી છે.

Gujarat police to launch reforms to earn your trust

આ યાદીમાં 3240 પ્રોહિબિશન (Prohibition) બુટલેગર, 322 જુગારીઓ, 2739 શરીર સંબંધી ગુનાઓ જેમકે, મારામારી, ધાક-ધમકી આપવી, 1355 મિલકત-પ્રોપર્ટી સંબંધિત ગુનાઓ, 68 ખનીજ માફિયાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ તમામ ગુનેગારો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 24 બુટલેગરોની યાદી તૈયાર કરી છે જેમાં 19 બુટલેગરો એવા છે જેમને ગેરકાયદેસર જમીન કબ્જે કરવી, વીજ કનેક્શન લેવું વગેરેનો સફાયો કરાશે.

રાજ્યમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી (Strict Action) કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજીક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર (Administration) સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી છે. જેમાં આ તત્વોએ ગેરકાયદેસર બાંધકામ (Illegal Construction) કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કરેલુ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદેસર વીજ કનેકશન ધ્યાને આવે તો GUVNL સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવી, આવા તત્વોના બેન્ક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદેસરનું કૃત્ય જણાય આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

Surat govt imposes bulldozer action razing illegal encroachments in area  where stones were pelted at Ganesh

તે ઉપરાંત આવા તત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન ઉપર છુટયા પછી અન્ય કોઇ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા (PASA) અને તડીપાર જેવી અસરકારક જોગવાઇઓનો ઉપયોગ કરવા સહિત ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધીક્ષકને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 100 કલાકમાં રાજ્યભરના અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો આદેશ

આ પણ વાંચો:ચાંદલોડિયામાં અસામાજીક તત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલો કરી નાક કાપી નાખ્યું

આ પણ વાંચો:અમદાવાદમાં અસામાજીક તત્વો થયા બેફામ, CCTV આવ્યા સામે