Breaking News: પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના મેઇલ આઈડી પર બોમ્બ મુકવામાં આવ્યો હોવાના ઇમેઇલ બાદ હંગામો મચી ગયો છે. ઇમેઇલમાં બપોરે 3 વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં વિસ્ફોટ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.જિલ્લા કલેક્ટરે તમામ ઓફિસોને તાત્કાલિક ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે અને અધિકારીઓ અને કર્મચારીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે, ઓફિસની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધનોરા ગામ પાસે આવેલી GIPCL (ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ) કંપનીને ઉડાવી દેવાની ધમકી આપતો એક મેઇલ આવતા ખળભળાટ મચી ગયો હતો. વડોદરા શહેર પોલીસને જાણ કર્યા બાદ, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણ કલાક સુધી તપાસ કરી હતી. ત્યાં કંઈ વાંધાજનક ન મળતાં પોલીસ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, મેઇલ મોકલનાર વ્યક્તિ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:પાટણના કાકોશી ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
