Gujarat Weather/ આજથી રાજ્યમાં તાપમાનમાં થશે વધારો, લૂ લાગવાની શક્યતા વધુ

15 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં ગરમીનું મોજું આવવાની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat

Gujarat Weather News: ગુજરાત હવામાન વિભાગે (IMD) રાજ્યમાં બે દિવસ ગરમી (Heatwave)થી રાહત મળવાની આગાહી કરી હતી. રાજકોટ શહેર સતત બીજા દિવસે સૌથી ગરમ રહ્યું હતું. હવામાન વિભાગે 15 એપ્રિલથી રાજ્યમાં ફરી ગરમીની આગાહી કરી છે. એપ્રિલની શરૂઆતથી તીવ્ર ગરમી (Heatwave) બાદ, છેલ્લા બે દિવસમાં હવામાનમાં આવેલા ફેરફારને કારણે મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો હતો.

IMD issues heat wave warnings for Delhi and northern regions till April 18  - IMD issues heat wave warnings for Delhi and northern regions till April  18 BusinessToday

રાજ્યમાં આજથી ગરમી (Heat)નું જોર વધશે. વાછળછાયું વાતાવરણ (Cloudy Weather) રહેતાં ઉકળાટ અનુભવાશે. રાજ્યમાં 15થી 17 એપ્રિલ સુધી હીટવેવ (Heatwave)ની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ રહેશે. રાજકોટમાં સૌથી વધુ 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 40.2 ડિગ્રી, અમદાવાદમાં 39.1 ડિગ્રી, ગાંધીનગરમાં 38 ડિગ્રી, ડીસામાં 37.4 ડિગ્રી, ભુજમાં 40 ડિગ્રી અને કંડલામાં 4.06 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 37.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી નોંધાયું છે.

65,167 Cloudy Weather Stock Videos, Footage, & 4K Video Clips - Getty  Images | Partly cloudy weather, Cloudy weather icon, Cloudy weather nature

રાજકોટમાં તાપમાનનો પારો 42.7 ડિગ્રીએ પહોંચી ગયો હતો. રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી, ભુજ, ડીસા અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 40ને પાર થતાં લોકો પરસેવાથી તરબતર થઈ ગયા હતા. પરંતુ, હવામાન વિભાગે 15 એપ્રિલથી ફરીથી તાપમાન અને હીટવેવમાં વધારો થવાની આગાહી કરી છે. 15 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં ગરમીનું મોજું આવવાની આગાહી કરવામાં આવી છે.

Habagat to bring scattered rain showers over parts of Visayas, Mindanao |  GMA News Online

આજે દ્વારકા, જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. ડાંગ, આહવા, વલસાડ જેવા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. ઉપરાંત, ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ (Scattered rain) પડી શકે છે. 15 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે. જ્યારે 16 અને 17 એપ્રિલે રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યું છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી 48 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. 15 થી 17 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ભીષણ ગરમી વચ્ચે, કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવામાનમાં આવ્યો પલટો, ઠંડા પવનો ફૂંકાતા ગરમીથી મળી રાહત

આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં વ્યાપી ચિંતા, ગરમીથી મળી લોકોને રાહત

આ પણ વાંચો:હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ કર્યુ જારી, ગરમ પવનો ફૂંકાશે