Patan News : સરકારના ઓનલાઈન પોર્ટલમાં લોન માટેની એન્ટ્રીની ભુલ સુધારવા માટે એક વ્યક્તિ પાસેથી રૂ.8,800 ની લાંચ લેતા જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી કચેરી પાટણના સહકારી અધિકારી ધીરધાર (હેડ ક્લાર્ક)ની ACBએ ધરપકડ કરી હતી.
આ કેસની વિગત મુજબ નાણાં ધીરધારનો વ્યવસાય કરે છે. જેમાં તેમણે સરકાર દ્વારા ઓનલાઇન પોર્ટલમાં લોન લેનારની એન્ટ્રીઓ કરી હતી. જે એન્ટ્રીઓમાં ભુલ હોય જે સુધારવા સારુ ફરીયાદીએ હેડ ક્લાર્ક રણછોડ લક્ષ્મણભાઇ ગોહિલનો સંપર્ક સાધ્યોહતો. જેમાં ગોહિલે એક એન્ટ્રીના સુધારા પેટે રૂ.૪૦૦ લેખે ફરિયાદીની ૨૨ એન્ટ્રીઓ ના રૂ8,800 ની ગેર કાયદેસર લાંચની માંગણી કરી હતી.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, પાટણ એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. જેમાં આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન હેડ ક્લાર્ક રણછોડ ગોહિલની રૂ.8,800 ની લાંચ લેતા એસીબીએ ધરપકડ કરી હતી.
આ પણ વાંચો:જૂનાગઢનાં સુખપુર ગામે મુખ્ય સુત્રધારના કારખાનામાં જ નકલી નોટો છાપતા હતા
આ પણ વાંચો:શાહરૂખના રેસ્ટોરન્ટમાં નકલી પનીર? 2 ટીપાં નાખ્યા પછી થઈ ગયું વાદળી, ઘરે 5 સેકન્ડમાં નકલી ઓળખો
આ પણ વાંચો:જામખંભાળીયામાંથી નકલી CID અધિકારી ઝડપાયો
