Kheda News/ ગટર કામ સંદર્ભે લાંચ લેતા નડીયાદ સિંચાઈ વિભાગનો નાયબ ચિટનીશ ઝડપાયો

Kheda News :  ગ્રામ પંચાયત કચેરી ખાતે ગટર કામ સંદર્ભે રૂ. 4,050 ની લાંચ લેતા સિંચાઇ વિભાગ જીલ્લા પંચાયત, ખેડા-નડીયાદના નાયબ ચિટનીશ મિતુલકુમાર અંબાલાલ કાછીયાની ACBએ ધરપકડ કરી હતી.આ કેસની વિગત મુજબ ફરીયાદીએ સરકારની ૧૫ મી નાણાપંચની ગ્રાન્ટ હેઠળ અલીન્દ્દા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગટર લાઇનનું કામ પુર્ણ કર્યું હતું, જે કામના ફસ્ટ એન્ડ ફાઇનલ […]

Gujarat

Kheda News :  ગ્રામ પંચાયત કચેરી ખાતે ગટર કામ સંદર્ભે રૂ. 4,050 ની લાંચ લેતા સિંચાઇ વિભાગ જીલ્લા પંચાયત, ખેડા-નડીયાદના નાયબ ચિટનીશ મિતુલકુમાર અંબાલાલ કાછીયાની ACBએ ધરપકડ કરી હતી.આ કેસની વિગત મુજબ ફરીયાદીએ સરકારની ૧૫ મી નાણાપંચની ગ્રાન્ટ હેઠળ અલીન્દ્દા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગટર લાઇનનું કામ પુર્ણ કર્યું હતું,

જે કામના ફસ્ટ એન્ડ ફાઇનલ બીલ ની રકમ રૂ.૨,૭૦,૦૦૦/- થઈ હતી આ બિલમાં ખેડા જિલ્લા પંચાયત કચેરી નડીયાદ ના સક્ષમ અધિકારી એકઝીકયુટીવ એન્જીનીયર , ઇરીગેશન ડીવીઝન , ખેડા જિલ્લા પંચાયત નડીયાદ નાઓની કાઉન્ટર સહી મેળવવી જરૂરી હોવાથી નાયબ ચિટનીશ મિતુલકુમાર અંબાલાલ કાછીયાએ કાઉન્ટર સહિ કરાવી આપી હતી.

જે કાઉન્ટર સહિ કરી આપવાના બદલામાં આ સક્ષમ અધિકારી એકઝીકયુટીવ એન્જીનીયર , ઇરીગેશન ડીવીઝન , ખેડા જિલ્લા પંચાયત નડીયાદ નાઓના નામથી આ કામના આરોપીએ ફરીયાદી પાસે તેઓએ કરેલ ગટરના કામના ફસ્ટ એન્ડ ફાઇનલ બીલની રકમ રૂ.૨,૭૦,૦૦૦/- ના દોઢ ટકા લેખે ફરીયાદી પાસે લાંચની માંગણી કરી હતી.

જે લાંચના નાણા રૂ.૨,૭૦,૦૦૦/- ના દોઢ ટકા લેખે રૂ.૪૦૫૦/- આ કામના ફરીયાદી આરોપી મિતુલ કાછીયાને આપવા માંગતા ન હોઈ ACBમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે ખેડા જિલ્લા પંચાયત કચેરી સિંચાઇ શાખા ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન લાંચ લેતા મિતુલ કાછીયા ઝડપાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં મોડી રાત્રે ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતમાં 2નાં મોત, 8 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:રાજકોટમાં અકસ્માત સર્જનાર સિટી બસના ડ્રાઈવરની ધરપકડ

આ પણ વાંચો:બે કાર ટકરાતા લાગી આગ, માતા-દિકરી સહિત ચારના મોત : રાજકોટ નજીક હન્ડી સિટી અને અલ્ટો વચ્ચે અકસ્માત, 3 ઈજાગ્રસ્ત