Sabarkantha News : સાબરકાંઠામાં ભાજપ સંગઠનની નવી સંરચના બાદ વિવાદ થયો છે. હિંમતનગર ભાજપ સંગઠનની રચનામાં વિવાદ થયો છે. જેમાં સંગઠનની રચનામાં પક્ષપાત અને જૂથવાદનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રમુખ, ધારાસભ્ય સહિતની સેન્સ લીધા વિના પ્રક્રિયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
જેમાં ચોક્કસ જૂથના હોદ્દેદારોને નિમણૂક કરાતા કાર્યકરોમાં રોષ વ્યાપ્યો છે. ભાજપમાં અસંતોષનો ભડકો હોવાની ઓડિયો ક્લીપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. વાયરલ ક્લીપમાં ભાજપ શહેર પ્રમુખને સવાલ કરવામાં આવ્યા છે.
તે સિવાય પંચાયતમાં મહિલા ડેલીગેટના પતિને શહેર સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે. એક જ વોર્ડમાંથી સંગઠનમાં વધારે પદની નિયુક્તિના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ક્લીપ વાયરલ થતા શહેર, જિલ્લા ભાજપ સંગઠનમાં હડકંપ મચી ગયો છે.
આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી
આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો
આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો
