Ahmedabad news અમદાવાદ શહેરના વેજલપુરમાં આવેલો વસ્ત્રાપુર ફાટક પાસે નિરાલી ફ્લેટનું રિડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. ત્યારે સરખેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરના ભાઈ પ્રદીપ ખાચરની ત્રણ દુકાનો આ ફ્લેટની નીચે આવેલી છે. ત્યારે આ ત્રણેય દુકાનો ગેરકાયદેસર હોવાં છતા તેના રિડેવલપમેન્ટમાં દુકાનોના પૈસા માંગવામાં આવતા હોવાનો લોકોનો આક્ષેપ છે. શનિવારે રાત્રે કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર તેના ભાઈ, તેના પુત્ર સહિત 20 લોકોએ ફ્લેટમાં લગાવેલું રિડેવલપમેન્ટનું બોર્ડ તોડી દીધું હોવાના આરોપ સાથે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિકોએ ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર સામે ફરિયાદ કરી હતી.
સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ વેજલપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરને ફોન કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેમજ પોલીસ સ્ટેશન ખાતે આવવા જણાવ્યું હતું. ઉપરાંત સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોએ સરખેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર સામે વેજલપુર ફ્લેટના રહેવાસી પ્રાંજલ દેસાઈએ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાજમાં કહ્યું કે, નિરાલી ફ્લેટનું વર્ષ 2023થી રીડેવલોપમેન્ટનું કામકાજ ચાલું કરાયું હતું. જે માટે ફ્લેટના 105 સભ્યોમાંથી 88 સભ્યોએ સહમતી દર્શાવી હતી. આ ફ્લેટ નીચે ભાજપ કોર્પોરેટરના ભાઈની 3 દુકાનો આવેલી છે. જે 3 દુકાનો ગેરકાયદેસર હોય તો તે રીડેવલોપમેન્ટ માટે સહમતી આપી નહોતી.
શું હતી સમગ્ર ઘટના?
23 માર્ચના રોજ બપોરે 12 વાગ્ચાની આસપાસ ફરિયાદી પ્રાંજલ દેસાઈ ઘરે હાજર હોય તો તેમને સુરેન્દ્ર ખાચરે ફોન કરીને ગાળો આપીને મારવાની ધમકી આપી હોવાનો આક્ષેપ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં નોંધાવી હતી. જે ધમકીથી ગભરાઈને ફરિયાદીએ સ્થાનિક રહીશોને સાથે રાખીને પોલીસ ફરિયાદ નોંધાવવા માટે આનંદનગર પોલીસ મથકે આવ્યા હતા.
સ્થાનિકો ફરિયાદ નોંધાવવા માટે આનંદનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાનો રોષ ઠાલવીને કહ્યું કે, તેમના ઘર રહેવા લાયક ન હોવાથી તેને રીડેવલોપ કરવાની જરુર છે. તેમના નાના બાળકો છે. હેરાનજનક પરિસ્થિતિ છે. 105 ફ્લેટમાંથી 85 ફ્લેટના લોકો રીડેવલોપ માટે તૈયાર છે. તો કોર્પોરેટરના ભાઈની 3 દુકાનો ગેરકાયદેસર હોવાથી તેના લીધે લોકો હેરાન થયા છે. તો તેની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી
આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો
આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો
