Bharuch News : ભરૂચના જંબુસરમાંચાલુ વરસાદે રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં ST ડેપોથી ટંકારી ભાગોળ સુધીના રસ્તે કામ શરુ કરવામાંઆવ્યું છે.જેને પગલે ભર વરસાદે PCCનો માલ પથરાતો વિડીયો વાઇરલ થયો છે.
આ અંગે પાલિકાના સત્તાધારી પક્ષનો સમગ્ર મામલે લૂલો જવાબ સાંભળવા મળી રહ્યો છે. જેમાં તેમણે રસ્તાનું કામ ચાલુ હતું તથા PCCનો માલ પથરાતો હતો અને એકાએક વરસાદ પડ્યો એવો બચાવ કર્યો હતો.
આ પણ વાંચો:રાજકોટનાં મહીકા ગામમાં 4 એકર સરકારી જમીન પર 40 કરોડની સોસાયટી ઊભી થઈ ગઈ!
