Surat News/ સુરતમાં ફરી એક દુ:ખદ સામૂહિક આપઘાતની ઘટના, પિતા અને બે બાળકોનું મોત

સુરત જિલ્લા પંચાયત ક્વોર્ટરમાં રહેતા એક પિતાએ પોતાના બે નાના બાળકો સાથે આપઘાત કરી લીધો.

Top Stories Gujarat Surat Breaking News

Surat News:  સુરત શહેરમાં ફરી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં જિલ્લા પંચાયત ક્વોર્ટરમાં રહેતા એક પિતાએ પોતાના બે નાના બાળકો સાથે આપઘાત કરી લીધો. આ ઘટનામાં 3 વર્ષના નાના પુત્ર અને 8 વર્ષના મોટા પુત્રનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે, અને લોકોમાં આ દુ:ખદ નિર્ણય પાછળના કારણો અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.

આ ઘટના સુરતના જિલ્લા પંચાયત ક્વોર્ટરમાં બની, જ્યાં એક પરિવાર પોતાના નિવાસસ્થાનમાં રહેતો હતો. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પિતાએ પોતાના બે બાળકો સાથે આત્મહત્યા કરી લીધી. આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

મૃતક

અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી (ઉ.વ. 41) (પિતા)
ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી (ઉ.વ. 8) (પુત્ર)
કર્નિશ અલ્પેશભાઈ સોલંકી (ઉ.વ. 2) (પુત્ર)

ઉમરા પોલીસે ઘટનાસ્થળ પરથી મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ સાથે, પોલીસે આસપાસના લોકો અને પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ કરી છે, જેથી આ ઘટના પાછળનું કારણ જાણી શકાય.

આ પહેલા સુરત શહેરના લસકાણા વિસ્તારમાં એક 34 વર્ષીય મહિલાએ પોતાના 7 વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવી અને પોતે પણ તેનું સેવન કરી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા બંનેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ મહિલાની હાલત ગંભીર હોવાથી તેમને સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.આજે (31 જુલાઈ) સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં યુવકનો લટકતો મૃતદેહ મળ્યો, પત્ની અને સાત પુત્રીઓનું હૈયાફાટ રૂદન, આપઘાત કે હત્યાને લઈને રહસ્ય

આ પણ વાંચો:સુરત પાટીદાર શિક્ષિકા આપઘાત કેસ : નેનુ વાવડીયાની ઉત્તરક્રિયાના દિવસે 1100 દીકરીઓને ભોજન કરાવી આત્મરક્ષા પાઠ શીખવવામાં આવશે

આ પણ વાંચો:સુરતમાં બ્લેકમેલિંગથી કંટાળીને યુવતીએ કર્યો આપઘાત….