Valsad News : લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે આજેરોજ એમના જનસંપાર્ક કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, અને પાર તાપીલિંક પ્રોજેક્ટ અંગે વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા ભોળી આદિવાસી પ્રજા ને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું આક્ષેપ કર્યો હતો,આજરોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા પ્રોજેકટ રદ કરવામાં આવ્યું હોવાનું જળશક્તિ મંત્રાલયનો પત્ર સાંસદના નામ જોગ પત્ર મીડિયા સમક્ષ રજુ કર્યો હતો, આ સાથેજ એમણે કોંગ્રેસના કથાકથિત નેતાઓ દ્વારા આદિવાસી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાની વાત કરી હતી.
સાંસદએ આ તબક્કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,અને ગુજરાત સરકારના પ્રવક્તાઅને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. સાંસદના કાર્યાલય ખાતે કેન્દ્ર,રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં પાર તાપી લિંક પ્રોજેકટ રદ કરવા અંગેનો ફરી આજરોજ લેખિત માં જાહેર કરાતા સાંસદના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી,મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું
પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા,ધરમપુર ના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ ના મહામંત્રીઓ શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ જિતેશભાઈ પટેલ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, 3 ઇંચથી વધુ વરસાદ
આ પણ વાંચો: વલસાડમાં 14 વર્ષીય સગીરાનો આપઘાત, અતુલ કોલોનીમાં ચકચાર
