Surat News : સુરતમાં સફાઈ કામદારો ડોક્ટરો બની ગયા હોય તેવો માહોલ છે. જેમાં સફાઈકર્મીઓ સગર્ભા સ્ત્રીઓનું રૂટિન ચેકઅપ કરતા નજરે ચડ્યા છે. જેને લઈને SMC સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરનો વિડીયો વાયરલ થયો છે. કોઈ જાગૃત નાગરિકે વિડીયો ઉતારી સોશિયલ મિડીયામાં આ વીડિયો વાયરલ થયો છે.

સામાન્ય રીતે નિષ્ણાંત નર્સ દ્વારા રૂટિન ચેકઅપ કરવામાં આવે છે. ઉપરાંત બ્લડ પ્રેશર, વજનની માહિતીની ફાઇલમાં નોંધ કરવામાં આવે છે.
ત્યારબાદ આ માહિતી હેલ્થ સેન્ટરના મેડિકલ ડોક્ટરને આપવામાં આવે છે. બાદમાં માહિતી પ્રમાણે મેડિકલ ડોક્ટર જરૂરી પ્રિસ્ક્રિપ્શન આપે છે. પરંતુ રાંદેર વિસ્તારના હેલ્થ સેન્ટરમાં અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. સફાઈકર્મીઓ દ્વારા સગર્ભા મહિલાઓનું ચેકઅપ કરવામાં આવે છે જે ખૂબ જ ગંભીર બાબત છે.

હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે શું વિડીયો વાયરલ થયા બાદ મનપા લેશે કોઈ પગલાં…? ઉપરાંત વિડીયો જોયા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવશે?
આ પણ વાંચો: સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા,21મીએ વધુ સુનાવણી
આ પણ વાંચો: National News/જેલની બહાર આસારામ ક્યાં રહે છે, જાણો કયા રોગ માટે તેની સારવાર થઈ રહી છે?
આ પણ વાંચો: Narayan sai/આસારામના પુત્ર નારાયણ સાંઈની પાંચ દિવસની જામીન અરજી મંજૂર
