Vadodara News/ વડોદરામાં વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડી, અજાણી મહિલાએ મદદના બહાને લૂંટી સોનાનું ડોકિયું

વૃદ્ધ મહિલાને આરોપી પર વિશ્વાસ થયો અને તે તેની સાથે જવા માટે તૈયાર થઈ. પરંતુ, આ મદદનો ઢોંગ ફક્ત એક યોજના હતી.

Top Stories Gujarat Breaking News

Vadodara News:વડોદરા (Vadodara) શહેરના માંજલપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક અજાણી મહિલાએ મદદના બહાને વૃદ્ધ મહિલા (old woman) ને છેતરીને તેના ગળામાંથી સોનાનું ડોકિયું લૂંટી લીધું. આ ઘટનાએ શહેરમાં વૃદ્ધ નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા ઉભી કરી છે. જોકે, વડોદરા પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી કરી આરોપી મહિલાને ઝડપી પાડી અને ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.

ઘટના માંજલપુર વિસ્તારમાં બની, જ્યાં એક વૃદ્ધ મહિલા રસ્તા પર એકલી હતી. આ દરમિયાન એક અજાણી મહિલાએ તેમની પાસે આવીને મદદની ઓફર કરી. આરોપીએ વૃદ્ધ મહિલાને કહ્યું, “માજી, હું તમને રિક્ષામાં ઘરે મૂકી આવું?” આ વાતથી વૃદ્ધ મહિલાને આરોપી પર વિશ્વાસ થયો અને તે તેની સાથે જવા માટે તૈયાર થઈ. પરંતુ, આ મદદનો ઢોંગ ફક્ત એક યોજના હતી. આરોપીએ વૃદ્ધ મહિલાનો હાથ પકડીને તેમને એકાંત જગ્યાએ લઈ ગઈ અને ત્યાં તેનો અસલી રંગ બતાવ્યો. અચાનક આરોપીએ વૃદ્ધ મહિલા સાથે ઝપાઝપી કરી અને તેમના ગળામાં પહેરેલું સોનાનું ડોકિયું તોડીને ફરાર થઈ ગઈ. આ ઘટનાથી વૃદ્ધ મહિલા આઘાતમાં આવી ગઈ અને તેમણે તરત જ પોલીસને જાણ કરી.

ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસની ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી. પોલીસે આરોપીને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલિજન્સ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની મદદ લીધી. આ સઘન તપાસના પરિણામે પોલીસે આરોપી મહિલાને માંજલપુર વિસ્તારમાંથી ઝડપી પાડી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં રેસ્ટોરાંમાં કોન્ટ્રેક્ટર અને તેના માણસોનો મોરેમોરો, અધૂરા કામ બાદ પેમેન્ટ માંગતા થયો હંગામો!

આ પણ વાંચો:વડોદરા : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં જમવાના ફૂડને લઈ હંગામો

આ પણ વાંચો:વડોદરાના પાદરાનું રાજકારણ ગરમાયું : ‘અભણના રાજમાં કામો ના આવે….’, BJP MLA નો પલટવાર,કોંગ્રેસના અગ્રણીનો વળતો પ્રહાર