Narmada News : તિલકવાડા પોલીસ સ્ટાફના માણસોએ તિલકવાડા તાલુકાના ગોલતલાવડીથી જીરલ ગામ વચ્ચે થી ગેરકાયદેસર રીતે કાપેલા ચંદનના ઝાડના લાકડા ના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના બે ઈસમોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તિલકવાડા પોલીસ મથકે લાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

આ ઘટનાની વિગતે વાત કરીએ તો તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો રાત્રિ દરમિયાન દેવલિયા ચાર રસ્તા ખાતે વાહન ચેકિંગમાં હતા દરમિયાન એક MP 13 ZN 5992 નંબરની ઇકો ગાડી શંકાસ્પદ જણાય આવતા પોલીસ સ્ટાફના માણસોએ ગાડી ઉભી રાખી પુછપરછ કરતા બંને ઇસમોએ જણાવેલ કે પાવાગઢ મંદિર જવા માટે નીકળેલ અને રસ્તો ભૂલો પડેલ અને આગળ રસ્તામાં ચાર પેસેન્જર ઉતારેલ હોવાનું જણાવ્યું હતું.

બીજીતરફ પોલીસને શંકા જતા પેસેન્જર ઉતારેલ જગ્યા બતાવવા માટે કહેતા બંને ઈસમોએ ગોલા તલાવડીથી જીરાલ ગામ તરફ જવાના રસ્તો બતાવ્યો હતો.

જેમાં પોલીસે તપાસ કરતા જગ્યા ઉપર આરક્ષિત ચંદનના ઝાડના કાપેલા લાકડા મળી આવ્યો હતો. બાદમાં તિલકવાડા પોલીસ સ્થળ ઉપરથી ચંદનના ઝાડના કાપેલા ટુકડા, કુહાડી ઇકો ગાડી લાકડા કાપવા માટેની આરી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં આરોપી જીવનલાલ શાંતિલાલ ચમાર તથા નરસિંહ ગંગારામ બંજારાને પોલીસે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તિલકવાડા પોલીસ મથકે લાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
આ પણ વાંચો:અમદાવાદમાં સ્કૂલમાં હત્યાના બનાવ બાદ ભુજમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે પંચ અને કડા વડે લોહિયાળ જંગ
આ પણ વાંચો:ભુજના રૂદ્રમાતા નજીક નોખાણીયા ફિલ્ડ બટ ખાતે 8 દિવસ સુધી ફાયરિંગ પ્રેક્ટીસ
આ પણ વાંચો:કચ્છમાં દારૂના નશામાં બેફામ નબીરાનો આતંક, માંડવી-ભુજ રોડ પર ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત
