Dahegam News/ દહેગામના બહિયલમાં તંત્રનું મેગા ડિમોલેશન શરુ, SP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યા

દહેગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.ઘટનામાં સંડોવાયેલા 50 થી વધુ આરોપીઓના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાનો નિર્ણય લેવામાં છે.

Top Stories Gujarat Breaking News

Dahegam News: થોડા સેમી પહેલા દહેગામમાં નવરાત્રી દરમિયાન બબાલ બાદ થઈ હતી જેના પડઘા આજે પડ્યા છે.  બહિયલ ગામમાં  વહીવટીતંત્ર દ્રારા  મેગા  ડિમોલિશનની શરૂઆત કરવામાં આવી  છે. જેની શરૂઆત પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ પોલીસ બંદોબસ્ત  હેઠળ 15 થી વધુ JCB મશીનોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે.ડિમોલેશન સ્થળે  SP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર હતા.

દહેગામ (Dahegam) તાલુકાના બહિયલ ગામમાં તોડા સેમય પહેલા  મોડી રાત્રે બે જૂથો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી.જે સોશિયલ મીડિયા (Social media) પર એક વિવાદાસ્પદ પોસ્ટથી શરૂ થઈ હતી, જે બે સમુદાયના સભ્યો વચ્ચે ઉગ્ર દલીલમાં પરિણમી હતી. વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, આગ લગાવવામાં આવી હતી અને એકબીજા પર હુમલા કરવામાં આવ્યા હતા. દહેગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.ઘટનામાં સંડોવાયેલા 50 થી વધુ આરોપીઓના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાનો નિર્ણય લેવામાં છે. આ કાર્યવાહીમાં કુલ 186 બાંધકામોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના ગેરકાયદેસર તરીકે ઓળખાયા હતા.

ડિમોલિશન ઝુંબેશ દરમિયાન કોઈપણ અણબનાવના બને  તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ડિમોલેશનમાં કુલ 15 થી વધુ JCB મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મશીનોએ ઝડપથી ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાનું શરૂ કર્યું,એટલુ જ નથી કુલ 186 જેટલા બાંધકામો પર આજે તંત્રની તવાઈ જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દહેગામમાં ભારતની જીતના જશ્ન વચ્ચે જોરદાર બબાલ

આ પણ વાંચો:દહેગામમાં જૂથ અથડામણમાં 8 સામે ફરિયાદ બાદ અંતે વળતી ફરિયાદ

આ પણ વાંચો:દહેગામમાં મહિલા અને બાળ વિકાસની કચેરીના મહિલા સંચાલક લાંચ લેતા ઝડપાયા