Bhavnagar News/ મહુવામાં કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે જીતુ વાઘાણીએ બેઠક બોલાવી…

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ બેઠક યોજીને મહુવા, જેસર અને ગારિયાધાર તાલુકામાં થયેલ કમોસમી વરસાદ તેમજ ખેડૂતોને થયેલ નુકસાન અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી…

Gujarat Others

Bhavnagar News: મહુવા તાલુકામાં કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani)એ બેઠક યોજી હતી. મહુવા (Mahua)ના ભાદ્રોડ ગામે ખેડૂતો સાથે ચર્ચા કરીને કૃષિમંત્રીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ તાકીદની બેઠક યોજી

ભાવનગર જિલ્લા (Bhavnagar)ના મહુવા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન કમોસમી વરસાદ થયો છે ત્યારે તાલુકા સેવા સદન મહુવા ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ તાકીદની બેઠક યોજી હતી. આ બેઠક બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મહુવાના ભાદ્રોડ (Bhadrod) ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી.

ખેડૂતોને થયેલ નુકસાન અંગે વિસ્તૃત માહિતી મેળવી

આ તકે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક (Meeting) યોજીને મહુવા, જેસર અને ગારિયાધાર તાલુકામાં થયેલ કમોસમી વરસાદ (Rain) તેમજ ખેડૂતો (Farmers)ને થયેલ નુકસાન અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

ભાદ્રોડ ગામના ખેડૂતના ખેતરની મુલાકાત લીધી

કૃષિ મંત્રીએ મહુવાના ભાદ્રોડ ગામની મુલાકાત લઈને ખેડૂતના ખેતર પર જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ તકે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, આગેવાન દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી ધવલ રવૈયા સહિત જિલ્લા તેમજ તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ઉભા પાક ને નુકશાન

આ પણ વાંચો:અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, મોડી રાતથી શરૂ થયો વરસાદ

આ પણ વાંચો:આ તારીખો નોંધી લેજો! અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની ચેતવણી!